ETV Bharat / city

વડોદરા એસટી વિભાગના કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓને આર્થિક સહાયની માગ

કોરોનાના કપરા કાળ દરમિયાન પરિવારજનોની ચિંતા કર્યા વિના પ્રવાસીઓને સેવા આપનાર એસટી વિભાગના ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ ડ્રાઈવરો અને કન્ડક્ટરોના પણ કોરોનાના કારણે મોત થયા હતા. જે તમામ મૃતકોને રાજ્ય સરકાર તરફથી મળતી આર્થિક સહાય આપવાની માગણી સાથે એસટી વિભાગીય કચેરી રેસકોર્સ વડોદરા ખાતે એસટી સંગઠનો દ્વારા 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

વડોદરા એસટી વિભાગના કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓને આર્થિક સહાયની માગ
વડોદરા એસટી વિભાગના કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓને આર્થિક સહાયની માગ
author img

By

Published : May 21, 2021, 12:55 PM IST

  • એસટી વિભાગીય કચેરી ખાતે 2 મિનિટનું મૌન પાડી મૃતક કર્મચારીઓને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ
  • કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા મોતને ભેટ્યા છે
  • વડોદરા એસટી વિભાગમાંથી પણ 14 જેટલા કર્મચારીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે

વડોદરાઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓએ રાજ્ય પર આફત આવી ત્યારે જનતાની સેવા કરવામાં પાછી પાની કરી નથી. સુરતનો પ્લેગ, ભુજનો ભૂકંપ, સુરતનું પુર કે પછી કોરોના વાઇરસની મહામારી હોય એસટી નિગમના કર્મચારીઓએ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના સરહદ પરના સૈનિકની જેમ જ ફરજ બજાવી છે. આ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા મોતને ભેટ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

વડોદરા એસટી વિભાગના કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓને આર્થિક સહાયની માગ

આ પણ વાંચોઃ ST કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર ન કરાતા મુંડન કરાવીને વિરોધ કર્યો

બે મિનિટનું મૌન પાડી મૃતક કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

એસટી વિભાગીય નિગમના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવા સરકારમાં દરખાસ્ત કરી છે. જેને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર લાભો મળે તેવી માગણી કરાઇ છે. ગુરૂવારે સમગ્ર રાજ્ય સહિત વડોદરાની રેસકોર્સ એસટી વિભાગીય કચેરી ખાતે વિવિધ સંગઠનોના નેજા હેઠળ કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાડી મૃતક કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

સમગ્ર ગુજરાતમાંથી આશરે 200 જેટલા કર્મચારીઓ દેવલોક પામ્યા છે

ભારતીય મજદૂર સંઘના જનરલ સેક્રેટરી હેમપ્રકાશ દવેએ જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં એસટીના કર્મચારીઓ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે કાર્ય કરતા રહ્યા છે. આ કાર્યકાળ દરમિયાન કોરોનાની બીમારીથી સંક્રમિત થઈને સમગ્ર ગુજરાતમાંથી આશરે 200 જેટલા કર્મચારીઓ દેવલોક પામ્યા છે. જ્યારે વડોદરા એસટી વિભાગમાંથી પણ 14 જેટલા કર્મચારીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા

તમામ મૃતક કર્મચારીઓને એસટી વિભાગીય કચેરી ખાતે બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. આ પ્રકારે સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. સાથે-સાથે સરકારે જે કોરોના વોરીયર્સને સહાય કરવાની જાહેરાત કરી હતી. પરંતુ એસટીના કર્મચારીઓ કોરોનાની શરૂઆતથી જ પ્રવાસીઓને મુકવા-લેવા જવા સહિતની સેવા આપી છે.

આ પણ વાંચોઃ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા એસટી કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અપાઈ

સરકાર દ્વારા એસટીના કર્મચારીઓ માટે આર્થિક સહાયની જાહેરાત કરાઇ નથી

સેવા દરમિયાન જ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા પોતાના જીવ ગુમાવ્યો છે. જો કે, સરકાર દ્વારા એસટીના કર્મચારીઓ માટે આર્થિક સહાયની જાહેરાત કરાઇ નથી. અમારી માંગ છે કે, એસટીના કર્મચારીઓને પણ સરકારી સહાય ખાસ કેસમાં આપવામાં આવે તેમજ તેમના પરિવારજનો પર આવેલી આફતને સહન કરવાની શક્તિ પ્રદાન થાય. તેમનો પરિવાર આગળ પણ આવતી વિડંબનાઓ સામે લઢી શકે તેવી અમારી આશા અને માગણી પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.