- ગુજરાતમાં નોંધાયા Delta Plus Variant ના 2 પોઝિટિવ કેસ
- વડોદરામાં નોંધાયેલ કેસ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની
- સારવાર મેળવીને મહિલા સંપૂર્ણરીતે સ્વસ્થ થઈ ગયા
વડોદરા : મૂળ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે રહેતા અને હાલમાં વાઘોડિયા તાલુકાના જરોદ ગામે રહેતા 38 વર્ષીય મહિલા કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant) થી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલા ગત એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્ર પણ ગયા હતા. જ્યાંથી તેઓ સંક્રમિત થયા હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. હાલમાં આ મહિલા સારવાર મેળવીને સ્વસ્થ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્રમાં કરાવેલા ટેસ્ટનો રિપોર્ટ ન આવતા પરિવાર પરત વડોદરા આવ્યું હતું
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સુરેન્દ્ર જૈનના જણાવ્યા પ્રમાણે, આ મહિલા મૂળ મહારાષ્ટ્રના જલગાંવની રહેવાસી છે, ગત એપ્રિલ મહિનામાં તેઓ પરિવાર સાથે પોતાના વતન ગયા હતા. જ્યાં મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તેમના સમગ્ર પરિવારના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, એક સપ્તાહ સુધી તેમના રિપોર્ટ ન આવતા પતિની નોકરી જરોદ ખાતે હોવાથી તેઓ પાછા ફર્યા હતા.