- શ્વાનના ખસીકરણમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ
- સામાજીક કાર્યકરે RTI દ્વારા ખસીકરણની વિગતો માગવામાં આવી
- ચોંકાવનારો ખુલાસો થયો : તટસ્થ તપાસની માગ
સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં અસંખ્ય રખડતા કૂતરાંઓના ખસીકરણ પાછળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા ખર્ચાઓના આંકડાઓની ચોંકાવનારી માયાજાળની માહિતી સામે આવી છે. સામાજીક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કરવામાં આવેલી એક RTIના ખુલાસામાં બહાર આવી છે.
1050 લેખે કુલ રૂપિયા 1,88,24,930 ની રકમ ખર્ચાઇ: આંકડાકીય માયાજાળ
જેમાં V.S.P.C.A. ચાપડ તથા H.S.I. ઇન્ડિયા દ્વારા વર્ષ 2018-19, 2019-20 અને વર્ષ 2020 (સપ્ટેમ્બર) સુધીમાં 8477+ 10927 મળીને કુલ 19404 કૂતરાંઓના ખસીકરણ પાછળ કુલ રૂપિયા. 1,88,24,930/-ની રકમ ખર્ચાઇ છે. એક કૂતરાના ખસીકરણ માટે 1050/ ની ચૂકવણી કરવામાં આવી હતી. જો આ આંકડાને લઇએ તો 19404× 1050= 2,03,74,200/- થાય માટે એમ કહી શકાય કે આ એક આંકડાની માયાજાળ રચી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકા છે. જે અંગે સામાજિક કાર્યકર અને RTI એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ ખુલાસો કરી તટસ્થ તપાસની માગ કરી હતી.