- વડોદરા શહેરમાં કોરોનાના કહેરને લઈને સયાજી હોસ્પિટલ હાઉસ ફૂલ
- વધુ દર્દી આવશે તો પાયોનિયર અને ધીરજ હોસ્પિટલમાં મોકલવામાં આવશે
- ગોત્રી હોસ્પિટલના 575 બેડમાંથી 90 ટકા જેટલા ફૂલ થઇ ગયા છે
વડોદરાઃ સમગ્ર દેશભરમાં કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે વિવિધ શહેરોની હોસ્પિટલોમાં બેડની સંખ્યા પણ ઘટતી જોવા મળી રહી છે. ત્યારે વડોદરામાં પણ કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે. દિવસેને દિવસે આ કેસમાં વધારો થતો જોવા મળે છે, ત્યારે સયાજી હોસ્પિટલ 605 બેડની ક્ષમતા ધરાવે છે તેમ સયાજી હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ રંજન ઐયરે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ કોરોનાના કેસ વધતા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ સજ્જ
ગોત્રી હોસ્પિટલમાં 575 જેટલા બેડ છે
વડોદરા શહેરમાં દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેને લઈને તંત્ર પણ સજાગ થયું છે અને બેડની સંખ્યા પણ વધારી રહ્યું છે. પરંતુ દિવસે દિવસે જે પ્રમાણે કેસ વધી રહ્યા છે, એને લઈને હોસ્પિટલના બેડ પણ ફૂલ થઈ ગયા છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલના તમામ બેડ ફુલ થઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ગોત્રી જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલમાં 575 જેટલા બેડ છે. તેમાં 90 ટકા જેટલા બેડ ફૂલ થઈ ગયા છે. સયાજી હોસ્પિટલમાં બેડની અછત ઉભી થાય તો પાયોનિયર અને ધીરજ હોસ્પિટલમાં દર્દીઓને ટ્રાન્સફર કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ કોરોના વિસ્ફોટની અસર : વડોદરા SSGમાં ટેસ્ટ કરાવવા લાંબી કતારો લાગી