ETV Bharat / city

વડોદરામાં કોરોનાનો કહેર, ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને SBIની હેડઓફિસમાં એન્ટ્રી - SBIની હેડઓફિસમાં કોરોના

વડોદરા જિલ્લામાં આજે મંગળવારે કોરોના (Corona in Vadodara)ના નવા 2252 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વારસિયાના ભિક્ષુક સ્વીકાર કેન્દ્રના 17 ભિક્ષુક અને 4 કર્મચારી સંક્રમિત થયા છે. તો માંડવી વિસ્તારમાં આવેલી SBIની હેડ ઓફિસમાં કેટલાક કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા ગ્રાહકો માટે ઓફલાઇન કામગીરી બંધ કરવામાં આવી છે.

વડોદરામાં કોરોનાનો કહેર, ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને SBIની હેડઓફિસમાં એન્ટ્રી

author img

By

Published : Jan 19, 2022, 11:04 PM IST

વડોદરા: જિલ્લામાં આજે મંગળવારે કોરોના (Corona in Vadodara) ના નવા 2252 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વારસિયાના ભિક્ષુક સ્વીકાર કેન્દ્રના 17 ભિક્ષુક અને 4 કર્મચારી સંક્રમિત થયા છે. તો માંડવી વિસ્તારમાં આવેલી SBIની હેડ ઓફિસમાં કેટલાક કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા ગ્રાહકો માટે ઓફલાઇન કામગીરી બંધ કરવામાં આવી છે.

વડોદરામાં કોરોનાનો કહેર, ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને SBIની હેડઓફિસમાં એન્ટ્રી
વડોદરામાં કોરોનાનો કહેર, ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને SBIની હેડઓફિસમાં એન્ટ્રી

કોરોનાના 2252 કેસ પોઝિટિવ

રાજ્યમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર (Gujarat corona third wave)ની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે અમદાવાદ અને સુરત બાદ સૌથી વધુ કોરોનાના કેસ વડોદરામાંથી સામે આવી રહ્યાં છે. વડોદરામાં આજે બુધવારે કોરોનાનો બ્લાસ્ટ (vadodara corona blast) થતા 2252 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જેને લઈને તંત્ર દોડતું થયું છે.

વડોદરામાં કોરોનાના 9525 એક્ટિવ કેસ

વડોદરામાં કોરોનાના કેસોમાં કૂદકે અને ભૂસકે વધારો થઈ રહ્યો છે. આ સાથે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 86,346 પહોંચી ગયો છે, તો બીજી તરફ કોરોનાના 76,197 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ (Patient discharge in vadodara) કરવામાં આવ્યા છે. વડોદરામાં 9525 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાંથી 9290 દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં કોરોનાની એન્ટ્રી

વડોદરાના વારસિયા ખાતે આવેલા ભિક્ષુક સ્વીકાર કેન્દ્રના સ્ટાફના 4 કર્મચારી અને 17 ભિક્ષુક સહિત કુલ 21 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. સ્ટાફના ચાર કર્મચારીઓની ઘરે જ સારવાર ચાલી રહી છે. જ્યારે 15 ભિક્ષુકોને ભિક્ષુક કેન્દ્રમાં ક્વોરન્ટીન કરીને સારવાર શરૂ કરાઇ છે. આ ઉપરાંત બે ભિક્ષુકોની હાલત વધુ નાજુક જણાતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

SBIની હેડ ઓફીસ ગ્રાહકો માટે બંધ

વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી SBIની હેડ ઓફિસમાં કેટલાક કર્મચારીઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. કર્મચારીઓને કોરોના થતા ગ્રાહકો માટે ઓફલાઇન કામગીરી બંધ કરાઇ છે. કોરોનાના કેસને પગલે કામગીરી બંધ કરાઇ હોવાનુ બોર્ડ માર્યુ છે. ગ્રાહકોને ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરવા માટે અપીલ કરાઇ છે.

આ પણ વાંચો:

મુન્દ્રા પોર્ટ પર ફરી નશાનો નાચ: દિલ્હી NCBએ દરોડા પાડી અમેરિકન ગાંજાના 90 પેકેટો જપ્ત કર્યા

Gujarat Corona Update: માત્ર 4 દિવસમાં કેસો બમણા થયા, 24 કલાકમાં 20,966 પોઝિટિવ કેસ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.