ETV Bharat / city

કોરોના મહામારીમાં વિટામિન-સી તથા ઝીંકયુક્ત મેડિસિનના ભાવમાં વધારો - price of vitamin-C and zinc-containing medicine

કોરોનાની મહામારીમાં દર્દીઓની સારવારમાં કેટલીક મેડિસિન અને ડ્રગ્સનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. જે પૈકી વિટામીન- સી તથા ઝીંકયુકત દવાઓ છેલ્લા કેટલાય સમયથી એટલે કે માર્ચ મહિનાથી કોવિડની બિમારી સામે આવી ત્યારથી તબીબો તેનો ઉપયોગ દર્દીની સારવારમાં કરી રહ્યા છે. જેથી આ બે મેડીસીનની માંગમા ઉછાળો આવ્યો છે.

medicine
medicine
author img

By

Published : Dec 29, 2020, 10:24 AM IST

Updated : Dec 29, 2020, 5:07 PM IST

  • વિટામિન સી તથા ઝીંક યુક્ત મેડિસિનના ભાવમાં વધારો
  • કોરોના કાળમાં ભાવમાં થયો વધારો
  • આ દવાના ભાવ અંકુશમાં લાવવા સરકાર પ્રયાસ કરે તેવી અપીલ

    વડોદરા: કોરોનાની મહામારીમાં દર્દીઓની સારવારમાં કેટલીક મેડિસિન અને ડ્રગ્સનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. જે પૈકી વિટામીન- સી તથા ઝીંકયુકત દવાઓ છેલ્લા કેટલાય સમયથી એટલે કે માર્ચ મહિનાથી કોવિડની બિમારી સામે આવી ત્યારથી તબીબો તેનો ઉપયોગ દર્દીની સારવારમાં કરી રહ્યા છે. જેથી આ બે મેડીસીનની માંગમા ઉછાળો આવ્યો છે.

    વિટામિન સી ની દવાના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો

    કોરોના કાળમાં લોકો ઘરે ઘરે ડોક્ટરની સલાહ વગર શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા દવા લેતા થઈ ગયા છે. આવા સમયે વિટામીન સી નું ઉત્પાદન કરતી અલગ - અલગ ફાર્માસ્યુટીલ કંપનીઓની દવાના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. કેમીસ્ટ એન્ડ ડ્રગ્સના હોલસેલના વેપારીના જણાવ્યા અનુસાર જે વિટામીન - સી ની દવા કોરોના કાળ પહેલા રૂપિયા 20, 30, 50 હતી તેનો ભાવમાં વધારો થઈને રૂપિયા 100 સુધી પહોંચ્યો છે.

    સરકારે વિટામિન સી ના ભાવમાં અંકુશ રાખવાની જરૂર

    કોરોના કારમાં દવાની કંપનીઓએ કોરોના કાળ દરમિયાન દવાના ભાવ વધારો કર્યો છે. જેવી રીતે સરકારે કોરોના કાળમાં બીજા બધા ભાવોમાં અંકુશ રાખ્યાં છે જે રીતે રેકમીલિવર તથા ટોસીમી ઝલના ભાવ પર અંકુશમાં લીધા તેવી રીતે કોમન ડ્રગ્સ શિડ્યુલમાં આવતા વિટામીન - સી અને ઝીંકના વધતા ભાવને અંકુશમાં આવે તેવા સરકારે પ્રયાસો કરવા જોઈએ.

Last Updated : Dec 29, 2020, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.