- મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા વડોદરાની મુલાકાતે આવ્યા
- દિગ્વિજયસિંહ શહેરમાં પરિવારિક કાર્યક્રમ હોવાથી આવ્યા હતા
- સરકાર પર આક્ષેપો કર્યા
- દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના : દિગ્વિજયસિંહ
વડોદરા : મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન (Former Chief Minister of Madhya Pradesh) અને કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ વડોદરા ખાતે આવ્યા હતા. દિગ્વિજયસિંહ એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા શહેરમાં આવ્યા હતા. વડોદરા એરપોર્ટ (Vadodara Airport) પર દિગ્વિજયસિંહે મીડિયા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, દેશમાં બેરોજગારી (Unemployment) વધી રહી છે. કોરોનાની ત્રીજી લહેર (the third wave of the coronavirus) આવવાની તૈયારી છે. જેથી દેશ સંકટમાં છે. કાશ્મીર મુદ્દે તેમની વાત માનવા બદલ તે મોદીના આભારી છે તેમ જણાવ્યું હતું. સાથે જ આ મુદ્દે તમામ નેતાઓ સાથે ચર્ચા કરી ઉકેલ માટે પ્રયાસ કરી રહ્યાં હોવાનું પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Congress આવશે તો કશ્મીરમાં કલમ 370 પાછી લાદવા વિચારશેઃ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ
દિગ્વિજયસિંહને આવકારવા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ સહિતના અગ્રણીઓ રહ્યા હાજર
કાશ્મીરનો મુદ્દો સંવેદનશીલ મુદ્દો છે જેથી કાશ્મીરનાં લોકો સાથે ચર્ચા કરીને સમાધાન થવું જોઇએ. હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ (President of Gujarat Congress) બનાવવા મુદ્દે જણાવ્યું હતું કે, તેણે ગુજરાતમાં મોટું આંદોલન ચલાવ્યું હતું. તેથી ઘણાં દિવસથી ગુજરાતમાં તેની માગ થઇ રહી છે. જોકે તેને પ્રદેશ પ્રમુખ બનાવવો કે કેમ તેનો નિર્ણય પાર્ટી હાઇકમાન્ડ (Party High Command) કરશે. જ્યારે AAP પણ રાષ્ટ્રીય પાર્ટી છે. જેને દરેક રાજ્યમાં ચૂંટણી લડવાનો અધિકાર છે. દિગ્વિજયને આવકારવા માટે વડોદરા એરપોર્ટ (Vadodara Airport) પર શહેર કોંગ્રેસના પ્રમુખ (President of the City Congress) પ્રશાંત પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.