- બરોડા મેડીકલ કોલેજમાં મધ્યસ્થ પુસ્તકાલયની અદ્યતન કમ્પ્યુટરની લેબનો શુભારંભ કરાયો
- આ લેબનું નિર્માણ સ્વ. ટી. વી. પટેલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું છે
- 30 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી અદ્યતન લેબ વિદ્યાર્થીઓને થશે ઉપયોગી
- લેબથી વિદ્યાર્થીઓને સંદર્ભ સાહિત્ય, જર્નલ, બુક વગેરે ઓનલાઈન ઉપલબ્ધ થશે
વડોદરાઃ બરોડા મેડીકલ કોલેજમાં આવેલી મધ્યસ્થ પુસ્તકાલયની અદ્યતન કમ્પ્યુટર લેબનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ લેબનું નિર્માણ ડો. સ્વ. ટી. વી. પટેલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું છે. 30 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ લેબથી વિદ્યાર્થીઓને સંદર્ભ સાહિત્ય, જર્નલ, બુક વગેરે ઓનલાઈન ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો- વડાપ્રધાન મોદીએ જે સરદાર ધામનું લોકાર્પણ કર્યું, જાણો તેની વિશેષતાઓ...
મહાનુભાવોની ઉપસ્થિતિમાં લેબની રિબીન કાપવામાં આવી
એસ. એસ. જી. હોસ્પિટલના પરિસરમાં આવેલી બરોડા મેડીકલ કોલેજની મધ્યસ્થ પુસ્તકાલયમાં ડો. ટી. વી. પટેલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી નિર્માણ પામેલી અદ્યતન કોમ્પ્યુર લેબનું ડીન ડો. તનુજા જાવડેકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. સ્વ. ટી.વી. પટેલ ટ્રસ્ટના હોદ્દેદારો ડો. જિતેન્દ્ર પટેલ, હર્ષદ પટેલ, નીલ પટેલ, વંદના પટેલ અને એસ.એસ.જી. હોસ્પિટલના તબીબી સુપરિન્ટન્ડન્ટ ડો. રંજન ઐયર સહિતના મહનુભાવોની ઉપસ્થિતિમાં રિબીન કાપીને કોમ્પ્યુટર લેબનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- વડોદરાના કરખડીમાં સીએમે કરાવ્યો હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો શુભારંભ
કોરોના મહામારીમાં પણ ઓનલાઈન અભ્યાસ થયો હતો
જેમના નામે ટી.વી. પટેલ ટ્રસ્ટ ચાલે છે. તેવા સ્વ. ઠાકોરભાઈ પટેલ એક સમયના ગુજરાતના આરોગ્ય પ્રધાન રહેલા છે. તેમનો એસ. એસ. જી. હોસ્પિટલ અને બરોડા મેડીકલ કોલેજ સાથે પણ સંબંધ પણ રહ્યો છે. તેઓ ગાયનેક વિભાગમાં પ્રાધ્યાપક અને વિભાગના વડા પણ રહી ચૂક્યા છે. ત્યારે આ ટ્રસ્ટના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ કોમ્પ્યુટર લેબથી ખાસ કરીને કોરોના મહામારીમાં જ્યારે અભ્યાસ જેવી પ્રવૃત્તિ ઓનલાઈન થઈ છે. તો વિદ્યાર્થીઓને અભ્યાસઅર્થે અદ્યતન કમ્પ્યુટર લેબથી સવિશેષ લાભ થશે. તેવી લાગણી ડો. રંજન ઐયરે વ્યક્ત કરી હતી.
આ લેબ વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે
બરોડા મેડીકલ કોલેજના ડીન ડો. તનુજા જાવડેકરે જણાવ્યું કે, ડો. ટી.વી. પટેલ લાઈબ્રેરી ડેવલપમેન્ટ ફંડમાંથી આશરે 30 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી 50 કમ્પ્યુટરથી સજ્જ અદ્યતન કોમ્પ્યુટર લેબથી વિદ્યાર્થીઓને સંદર્ભ સાહિત્ય, જર્નલ, બુક વગેરે અભ્યાસ ખૂબ માટે ઉપયોગી નીવડશે. આ પ્રસંગે ઓર્થોપેડિક વિભાગના વડા ડો. હેમંત માથુર, નોડલ ઓફિસર ડો. બેલીમ, ડો. શોયબ સહિતના મહાનુભાવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.