ETV Bharat / city

વડોદરા : સાસરિયા પક્ષે વટાવી માનવતાની હદ, એન્જિનિયર પતિ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઇ

author img

By

Published : Oct 20, 2020, 8:14 PM IST

BBAમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે લગ્ન કર્યા બાદ અવારનવાર પતિ તથા સસરા દ્વારા યોજાતી દારૂ અને મટનની પાર્ટીમાં પરિણીતાને પીરસવા માટે દબાણ કરવાની સાથે દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતા વડોદરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પરિણીતાના પતિ સામે દુષ્કર્મ સહિત સાસરિયાંના 5 વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન
  • પતિ અને સાસરિયા દહેજ માટે પીડિતાને આપતા હતા શારીરિક અને માનસિક ત્રાસ
  • પતિ માદક પાર્ટી દરમિયાન અન્યોની હાજરીમાં પત્ની સામે નિર્વસ્ત્ર થઇને ડાન્સ કરતો હતો
  • પીડિતાની સાસુ તેના દીકરાને કરતી હતી પ્રોત્સાહિત

વડોદરા : શહેર નજીક આવેલા વાસણા રોડ પર રહેતી 28 વર્ષીય યુવતી BBAનો અભ્યાસ કરે છે. તેના લગ્ન વર્ષ 2019માં ભાયલી ગામમાં રહેતા એક વ્યક્તિ સાથે થયા હતા. તેને પતિ હાલોલની કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. લગ્ન બાદ શરૂઆતના 2 માસ સુધી ઘરસંસાર વ્યવસ્થિત ચાલ્યો હતો. જે બાદ સાસરિયા પક્ષ દ્વારા દહેજની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

dowry demand by husband
પતિ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઇ

માદક પાર્ટી દરમિયાન પત્ની પાસે કરાવતો હતો વેઇટરનું કામ

પતિ અને સસરાને રોજ દારૂ પીવાની આદત છે. આ સાથે નોનવેજ પણ ખાવાની આદત ધરાવતા હોવાથી નોનવેજ લેવા પણ માટે પીડિતાને બજારમાં મોકલતા હતા. પતિ તથા સસરા દારૂની પાર્ટી માટે મિત્ર સગા-સંબંધીને અવારનવાર બોલાવતા હતા. આ પાર્ટીમાં દારૂ અને મટન પીરસવા માટે પરિણીતાને દબાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત પીડિતાનો પતિ પાર્ટી દરમિયાન પોતે નિર્વસ્ત્ર થઇને પત્નિ સામે ડાન્સ કરી પીડિતાને ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાતો હતો. આવી હરકતો કરવા છતા પીડિતાની સાસુ તેના પતિને ઠપકો આપવાને બદલે મારો છોકરો આવો જ છે અને આવો રહેશે, તને ન ફાવે તો ઘરમાંથી ચાલી જા એમ કહી સામી પીડિતાને ધમકાવતા હતા.

ઘરેણા અને જરૂરી દસ્તાવેજ છીનવી લીધા બાદ પિયર મોકલી દીધી

આ ઉપરાંત સાસુએ પીડિતા વાંઝણી હોવાનું બહાનું કરી ભૂવા પાસેથી શંકાસ્પદ પેકેટ્સ લાવી બળજબરીપૂર્વક પીવડાવતા હતા. તેમજ પીડિતાના સાસુએ સોના- ચાંદીના દાગીના, રોકડા રૂપિયા, ઓરિજનલ દસ્તાવેજ વગેરે પીડિતા પાસેથી લીધા બાદ દીકરીને તેના પિયર મૂકી ગયા હતા. આ અંગે પીડિત પરિણીતાએ વડોદરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં પોલીસે પતિ વિરુદ્ધ દુષ્કર્મની અને સાસરિયાઓ વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

dowry demand by husband
વડોદરામાં પતિએ વટાવી માનવતાની દરેક હદ

સમાજમાં દહેજ અંગે જાગૃતિ લાવવા માટે કરી અપીલ

આ અંગે પીડિતાની માતાએ સમાજની દીકરીઓ પર ફરીથી આવી ઘટનાઓ ન બને તે માટે સમાજને પણ જાગૃત થવા માટે અપીલ કરી છે. આ સાથે તેમની દીકરી સાથે થયેલા અત્યાચારની ઘટનામાં ન્યાય આપવા માટે પણ માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.