- વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષનું ખૂલ્યું ફેક એકાઉન્ટ
- કોઈકે તેમના નામે એકાઉન્ટ શરૂ કરી તેમના મિત્રો પાસેથી રૂપિયાની માગ કરી
- ખોટા એકાઉન્ટમાંથી પૈસાની માગ આવતા સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચોઃ સુરતના 10થી વધુ વેપારીઓ સાથે હૈદરાબાદના અગ્રવાલ દંપતીએ કરી 42.55 લાખની છેતરપિંડી
વડોદરાઃ વડોદરામાં મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડૉ.હિતેન્દ્ર પટેલના નામે બોગસ ફેસબુક એકાઉન્ટમાંથી મેસેજ કરીને મિત્રો પાસે રૂપિયાની માગણી કરતા સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.
સોશિયલ મીડિયાથી લોકોના બોગસ એકાઉન્ટ બનાવી ઠગી રહ્યા છે
સોશિયલ મીડિયાથી બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને લોકો ઠગી રહ્યા છે. જેમાં રાજકારણીઓ હોય, ડૉક્ટર હોય, પોલીસ હોય કે ક્લાસ વન અધિકારી હોય તેમના બોગસ એકાઉન્ટ બનાવીને તેમના મિત્રોને પૈસાની માગણી કરીને કેટલાક શખ્સ પૈસા પડાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ધારાસભ્ય સીમા મોહિલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબ, વડોદરાના પોલીસ કમિશ્નર ડૉ. શમશેર સિંહ અને મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા અલ્પેશ લિમ્બાચિયાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બોગસ બનાવી તેમના મિત્રો પાસે રૂપિયાની માગણી કરતા કિસ્સા સામે આવ્યા હતા અને સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી.
આ પણ વાંચોઃ વિઝા અપાવવાના નામે કરોડો ખંખેરી લેનાર ઠગબાજ ગોવાથી ઝડપાયો
મિત્રો દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને બોગસ એકાઉન્ટની ખબર પડી
હવે આ વખતે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડૉ.હિતેન્દ્ર પટેલના બોગસ સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી મિત્રો રૂપિયા માટે મેસેજ કરવામાં આવતા હતા. જેમાં 15થી 20 હજાર રૂપિયાની તાત્કાલિક હોવાની માગ કરાઈ હતી. જો કે, તેમના મિત્રો થકી ડૉક્ટર હિતેન્દ્ર પટેલને માલુમ પડ્યું હતું. ડૉ. હિતેન્દ્ર પટેલનું બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું, તે એકાઉન્ટ તેમના મિત્રોને ઓનલાઈન એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા માટેની માગ કરવામાં આવી હતી. ડૉક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી અને તેમના મિત્રો પાસેથી 15 હજાર રૂપિયાની બોગસ એકાઉન્ટમાંથી માગ કરાઈ હતી. એટલે મેં મારા મિત્રોને ટ્રાન્ઝેક્શન ન કરવા અપીલ કરી હતી.