ETV Bharat / city

ગુજરાત કોમ્પો ટેક રેજીમેન્ટ NCC વડોદરા દ્વારા કમ્બાઈન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ યોજાયો - કોરોના ઈફેક્ટ

1 ગુજરાત કોમ્પો ટેક્નિકલ રેજીમેન્ટ NCC વડોદરા દ્વારા ત્રીજા વર્ષના કેડેટ્સનો કમ્બાઈન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો. જેમાં અંતિમ દિવસે વનવિભાગ વડોદરા અને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વિવિધ જાતિના સાપોની જીવંત ઓળખ અને સાપને રેસ્ક્યૂ કરવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

1 ગુજરાત કોમ્પો ટેક રેજીમેન્ટ NCC વડોદરા દ્વારા કમ્બાઈન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ યોજાયો

author img

By

Published : Mar 4, 2021, 10:39 AM IST

Updated : Mar 4, 2021, 3:33 PM IST

  • 300 જેટલા કેડેટ્સોએ ભાગ લીધો
  • વનવિભાગ અને જીવ રક્ષક સંસ્થા દ્વારા વિવિધ જાતિના સાપ વિશે માહિતગાર કરાયા
  • ગુજરાત કોમ્પો ટેક રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ પંકજ તુકનૈત ઉપસ્થિત રહ્યાં

વડોદરાઃ ગુજરાત કોમ્પો ટેક રેજીમેન્ટ NCC દ્વારા ફતેગંજ NCC મેદાન ખાતે C સર્ટિફિકેટસના કેડેટ્સ માટેનો કંબાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ યોચાયો હતો. આ કેમ્પમાં 100 કેડેટ્સોએ ભાગ લીધો હતો. કેમ્પના અંતિમ દિવસે વનવિભાગ અને જીવ રક્ષક સંસ્થા દ્વારા વિવિધ જાતિના સાપોની સામે બચાવ કેવી રીતે કરવો, તેમજ તેને કેવી રીતે રેસ્ક્યૂ કરવામાં આવે તે અંગે લાઈવ ડેમોસ્ટ્રેશન કરી કેડેટ્સને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત કોમ્પો ટેક રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ પંકજ તુકનૈત, વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિધિ દવે તેમજ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર ઉપસ્થિત રહ્યા હતા.

300 જેટલા કેડેટ્સોએ ભાગ લીધો
300 જેટલા કેડેટ્સોએ ભાગ લીધો

આ પણ વાંચોઃ વડોદરામાં NCCના 72મા રાઇઝિંગ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

બે ભાગમાં કેન્પનુ આયોજન કરાયું

એનસીસી વડોદરા ખાતે ચાલી રહેલા કેમ્પ અંગે માહિતી આપતા કર્નલ પંકજ તુકનૈતે જણાવ્યું હતું કે કમ્બાઈંન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ નોર્મલી દસ દિવસનો રાખવામાં આવે છે. પરંતુ કોવિડ-19ને કારણે આ વખતે નાના નાના કેમ્પ કરવામાં આવ્યા છે. જેથી મોટી સંખ્યામાં બાળકો ભેગા ન થાય. બે ભાગમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલા ભાગમાં 5 દિવસ માટે C સર્ટિફિકેટ્સનો કેમ્પ ત્યારબાદ B સર્ટિફિકેટનો કેમ્પ શરૂ થશે. C સર્ટિફિકેટમાં 100 અને B સર્ટિફિકેટમાં 200 મળી કુલ 300 કેડેટ્સો આ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. કેમ્પમાં કેડેટ્સ જે શીખ્યા તેનું રિવિઝન કરાવવાની સાથે તેમને પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. જેથી આગામી સમયમાં તેઓ એક સારા નાગરિક બની શકે. કેમ્પ દરમિયાન કેડેટ્સને મિલેટ્રી વિષય પર ટ્રેનિંગ જેમાં મેપ રીડિંગ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ફાયર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ટ્રેનિંગ સહિત એનવાયરમેન્ટ ટ્રેનિંગમાં કેડેટ્સને માહિતગાર કરવામાં આવ્યા હતા.

વનવિભાગ દ્વારા કેડેટ્સને વિવિધ જાતિના સાપ વિશે લાઈવ ડેમોસ્ટ્રેશન કરી માહિતગાર કરાયા

Last Updated : Mar 4, 2021, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.