ETV Bharat / city

વડોદરાના 32 બાળકોને CM Bal Seva Yojnaમાં માસિક રૂ.4000ની સહાય, કોરોના મહામારીમાં ગુમાવી છત્રછાયા - બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવા

રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ સાથે કોરોના મહામારીમાં (Corona Pandemic) માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના (CM Bal Seva Yojna) અંતર્ગત માસિક રૂ. 4000ની સહાયની જાહેરાત કરી હતી. તેના અનુસંધાને આજે વડોદરા જિલ્લા કલેક્ટર આર. બી. બારડના હસ્તે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભના હુકમો વિતરણ કરવામાં આવ્યાં હતાં.

વડોદરાના 32 બાળકોને CM Bal Seva Yojnaમાં માસિક રૂ.4000ની સહાય, કોરોના મહામારીમાં ગુમાવી છત્રછાયા

author img

By

Published : Jul 1, 2021, 4:51 PM IST

  • કોરોના (Corona Pandemic) મહામારી માતાપિતા ગુમાવનાર 32 બાળકોને સહાય
  • માસિક રૂ.4000ની સહાયના હુકમપત્રોનું વિતરણ કરાયું
  • મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના (CM Bal Seva Yojna) લાભાર્થીઓને હુકમપત્રકોનુ વિતરણ કરાયું
  • યોગ્ય ભરણપોષણની સાથે શૈક્ષણિક કારર્કિદીને ટકાવી શકાશે

    વડોદરાઃ કલેક્ટર બારડે માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધી ઉજ્જવળ કારર્કીદી બનાવવા માટે શુભેચ્છા સહ આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે, રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમ સાથે બાળકોના યોગ્ય ભરણપોષણની સાથે તેમની શૈક્ષણિક કારર્કિદીને નવો આકાર આપી શકે તે માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના (CM Bal Seva Yojna In Vadodara) અમલમાં મૂકવામાં આવી છે.

32 બાળકોને શોધવામાં આવ્યાં

આ અનુસંધાને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માતાપિતાની છત્રછાયા ગુમાવનાર 32 બાળકોને શોધીને તેમના વાલીઓ સાથે હુકમ પત્રકો વિતરણ કરવામાં આવ્યાં હતાં. આ બાળકોને 18 વર્ષની ઉંમર સુધી માસિક રૂ.4000ની સહાય આપવામાં આવશે. કોરોના મહામારીમાં નિરાધાર બનેલા બાળકોને રાજ્ય સરકારે આવકની મર્યાદા ધ્યાને લીધા વગર જિલ્લાના 32 બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો (CM Bal Seva Yojna In Vadodara) જૂન-2021થી લાભ આપવા માટે જિલ્લા કક્ષાની સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ સમિતિ દ્વારા માસિક રૂ. 4000 ની સહાયની મંજૂરી આપવામાં આવી છે. જેની ચૂકવણી સીધી જ લાભાર્થીઓના બેંક ખાતામાં કરી દેવામાં આવી છે.આ પ્રતીકાત્મક યોજનાકીય લાભના વિતરણ પ્રસંગે બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવા અને લાભાર્થી બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લામાં 44 બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો અપાશે લાભ

લાભાર્થીઓની હિંમત વધવાની સાથે ઉજ્જવળ ભવિષ્યના સપનાઓને નવી રાહ મળશે

કોરોના મહામારીમાં (Corona Pandemic) કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યાં છે. આ કપરી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને કોરોના મહામારીમાં માતાપિતા ગુમાવનાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના (CM Bal Seva Yojna In Vadodara) હેઠળ રૂ. 4000 ની માસિક સહાયની જાહેરાત કરી છે. ત્યારે આ યોજનાના લાભાર્થીઓની હિંમત વધવાની સાથે ઉજ્જવળ ભવિષ્યના સપનાઓને નવી રાહ મળશે. વડોદરા શહેરના વાઘોડીયા ચોકડી નજીક રહેતા 23 વર્ષીય તેજસભાઈ ભાભોરે 2014માં કેન્સરના કારણે પિતા ગુમાવ્યાં હતાં. ફરી કોરોના મહામારીમાં તેમના માતા પલ્લવીબેનને કોરોના ભરખી ગયો. ત્યારે માતાપિતાની છત્રછાયા ગુમાવનાર તેજસભાઈને એક દસ વર્ષની બહેન પણ છે. આમ, તેજસભાઈ પર પરિવારિક અને સામાજિક જવાબદારી આવી પડી છે.

આ પણ વાંચોઃ કોરોનાને કારણે કચ્છમાં 26 બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી, સરકાર સહાયરૂપી હૂંફ આપશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.