- વડોદરા શહેર ભાજપ મહામંત્રીનું Instagram એકાઉન્ટ થયું હેક
- 25 હજાર રુપિયાના કરવામા આવી માગ
- મહામંત્રીએ કોઇપણ પ્રકારની લેવડ-દેવડ ન કરવા જણાવ્યું
વડોદરા: શહેર ભાજપના મહામંત્રી સોલંકીનું બોઘસ ઇન્સટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને તે એકાઉન્ટ માંથી મહામંત્રીના મિત્રોને મેસેજ કરીને મિત્રો પાસે 25 હજાર રૂપિયાની માગણી કરી હતી. મહામંત્રીને આ વિશે જાણ થતા તેઓ સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપવામાં આવશે.
ભાજપ મહામંત્રીનું ઇન્સટા એકાઉન્ટ હેક
શહેર ભાજપ મહામંત્રી સોલંકીનું બોગસ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને મહામંત્રીના મિત્ર પાસે 25 હજાર રૂપિયાની માંગણી કરતા હતી. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ એવો હતો કે મારા એક મિત્રની કોવિડ માં મોત થયું છે જેથી તેના પરિવારને મદદ માટે 25 હજાર રૂપિયા આપવા છે અને તે રકમ શુક્રવાર સુધી હું તમને પરત કરી દઈશ. તેમના મિત્રો દ્વારા જાણકારી મળતા તેમણે ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી કે મારું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે, કોઈએ પણ કોઇ પ્રકારની લેવડદેવડ અથવા બીજા અશોભનીય મેસેજ ને સાચા માનવા નહીં. આ અંગે મહામંત્રીએ સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપવામાં આવશે.
આ પણ વાંચો : વ્હોટ્સ એપ દ્વારા કરવામાં આવી 75000 છેતરપીંડી
સોશિયલ મીડિયાથી લોકો ના ફેક એકાઉન્ટ બનાવી ઠગવામાં આવી રહ્યા છે
સોશિયલ મીડિયામાં બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને લોકો ઠગવાનો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં રાજકારણીઓ હોય કે ડોક્ટર અથવા પોલીસ હોય કે ક્લાસ વન અધિકારી હોય, તેમના બોગસ એકાઉન્ટ બનાવીને તેમના મિત્રોને પૈસાની માગણી કરીને પૈસા પડાવવામાં આવી રહ્યા છે. ઇન્ટરનેટના જમાનામાં સોશિયલ મીડિયા પર બોગસ અને હેક એકાઉન્ટ બનાવીને તેમના નામે લોકો પાસે પૈસા પડાવવાનો ચલણ વધ્યું છે.
ભાજપ મહામંત્રી સાઇબર ક્રાઇમનો બન્યા શિકાર
વડોદરા શહેરના ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીનું ઇન્સટાગ્રામ એકાઉન્ટ હેક થયું હતું. તેમના એકાઉન્ટ દ્વારા લોકોને મેસેજ કરી રૂપિયા ૨૫ હજારની માંગણી કરવામાં આવી રહી હતી. રૂપિયા માંગવા નું પાછળનું કારણ મેસેજમાં લખ્યું છે કે મારા એક મિત્રનું કોવિડમાં સવારે અવસાન થયું છે જેનો પરિવાર મુસીબતમાં છે જેથી તેને મદદ માટે રૂપિંયા 25000 ના ડોનેશનની જરૂર છે આ રકમ તમે નેટ બેન્કિંગ અથવા google pay મારફતે ઓનલાઇન ટ્રાન્સફર કરી શકો છો અને આ રકમ શુક્રવાર સુધી હું તમને પરત કરી દઇશ. જોકે આ બાબતે સુનિલ સોલંકી ને ધ્યાનમાં આવતા તેમણે તાત્કાલિક પોતાના ફેસબુક એકાઉન્ટ પર લોકોને સાવચેત કરતી એક પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે આજે સવારે મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે કોઈએ પણ કોઇ પ્રકારની લેવડદેવડ અથવા બીજા અશોભનીય મેસેજ ને સાચા માનવા નહીં. ભૂમિ સોલંકી સાંજ સુધીમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવશે.
આ પણ વાંચો : સરકારી વેબસાઈટ જેવી જ વેબસાઈટ બનાવી થઈ રહ્યું છે સાઈબર ક્રાઇમ
અગાઉ પણ નમાંચિન લોકોના બોગસ એકાઉન્ટ બનાવવામાં આવ્યા
થોડા દિવસ પહેલા જ ધારાસભ્ય સીમા મોહિલે, વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબ ,વડોદરાના પોલીસ કમિશનર ડો શમશેર સિંગ અને મહાનગર પાલિકાના શાસક પક્ષ ના નેતા અલ્પેશ લીંબાચીયાનું સ્થાયી સમિતિના અધ્યક્ષ તથા હિતેન્દ્ર પટેલ ફેસબુક એકાઉન્ટ બોગસ બનાવી તેમના મિત્રો પાસે રૂપિયાની માગણી કરતા કિસ્સા સામે આવ્યા હતા અને સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી.