વડોદરા- છાણી સ્વામિનારાયણ મંદિરમાં (Chhani Swaminarayan Temple) સ્વામીજીને ગેરકાયદે આશ્રયના આક્ષેપ સાથે જૂથ અથડામણ (Group clash at Chhani Swaminarayan temple) થઈ હતી. આ મારામારીની સમગ્ર ઘટના CCTV સામે આવ્યા હતાં. અગાઉ મંદિરમાં નિયમિત આરતી ન થતાં અન્ય સંતોને જવાબદારી સોંપાઈ હતી. શ્રીરંગ સ્વામી અને બાલકૃષ્ણ સ્વામીને વહીવટ સોંપાતા મામલો ગરમાયો હતો. મંદિર પાછળ સ્વામીને આવવા જવાના ગેટ પર તાળું મારી દેવાતા વિવાદ (Another Swaminarayan temple in Vadodara came under controversy) સર્જાયો હતો.
સ્વામીને હેરાન કરવા મંદિરનો વીજ પુરવઠો બંધ કરાયો - છાણી સ્વામિનારાયણ મંદિર નજીક રહેતા દિનેશ મિસ્ત્રી સામે સમાજને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો છે. દિનેશ મિસ્ત્રી અને તેની પત્ની દ્વારા મંદિરનો વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો. તમે મંદિરમાં આ બાવાને પ્રવેશ (Swaminarayan temple under Vadtal )અપાવ્યો છે તેમ જણાવી હરિભક્ત પર હુમલો કરવામાં આવ્યો હતો. મંદિર કમ્પાઉન્ડમાં મારામારી થતાં છ હરિભક્તો સામે હરિભક્ત વિપુલ કોઠારીએ છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. છાણી સ્વામિનારાયણ મંદિર વિવાદમાં cctv પણ સામે આવ્યાં હતાં.
આ પણ વાંચોઃ સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ : પ્રબોધ સ્વામીના સમર્થકો ઉપર થયેલા હુમલા અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ
બે જૂથો સામસામે - સોખડા સ્વામિનારાયણ મંદિર ગાદી વિવાદ બાદ વધુ એક મંદિરમાં ગાદીનો વિવાદ સામે આવ્યો છે. છાણી સ્વામિનારાયણ મંદિરમાં ગાદીપતિનો વિવાદ છંછેડાયો છે. વડતાલ તાબા હેઠળના સ્વામિનારાયણ મંદિરમાં (Swaminarayan temple under Vadtal )ભાગલા પડી જતા બે જૂથો સામસામે આવી જતા મામલો બીચકયો હતો.