વડોદરા : ભારતીય ડાક વિભાગ ( Indian Post ) દક્ષિણ ગુજરાત ક્ષેત્ર હેઠળની તમામ પોસ્ટ ઓફિસ વિવિધ પોસ્ટલ સેવિંગ અને ઇન્સ્યોરન્સ સ્કીમ અને તેના ફાયદાઓ વિશે લોકોને જાગૃત કરવા હેતુ સાથે વિવિધ સ્થળોએ શિબિરો અને મેળાઓનો આયોજન કરીને વિત્તિય સશક્તિકરણ દિવસની ઉજવણી ( Financial Empowerment Day in Vadodara ) કરવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં નાણાકીય સમાવેશનને અગ્રીમ પ્રોત્સાહન ( National Postal Week ) આપવાનો છે.
પોસ્ટની સ્મોલ સેવિંગ એકાઉન્ટ સ્કીમોની જાણકારી દક્ષિણ ગુજરાત પ્રદેશ વડોદરાના પ્રીતિ અગ્રવાલે જણાવ્યું હતું કે 'ભારતીય ટપાલ વિભાગ વર્ષ 1854થી રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આર્થિક વિકાસમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ત્યારે ભવિષ્ય માટે પણ આ જ રીતે પોતાની અવિરત સેવા આપતું રહેશે. ભારતીય ટપાલ વિભાગ ( Indian Post ) દેશના દરેક વર્ગના લોકોને લાભદાયી થાય તેવી વિવિધ સ્મોલ સેવિંગ એકાઉન્ટ સ્કીમ સેવાઓ જેવી કે ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ રીપેરીંગ ડિપોઝિટ એકાઉન્ટ,રીકરીંગ ડિપોઝીટ એકાઉન્ટ, મંથલી ઇન્કમ સેવિંગ એકાઉન્ટ, સિનિયર સિટીઝન એકાઉન્ટ ,સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ જેવી આકર્ષક વ્યાજ દર પૂરી પાડી રહી છે. '
પોસ્ટ વિભાગની સેવાઓ નાણાકીય વ્યવહારો સરળ બને તે માટે નેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ જેવી આધુનિક સેવાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. હાલમાં પોસ્ટલ કર્મચારીઓ દ્વારા અંતરિયાળ વિસ્તારમાં ગ્રાહકોને નાણાં જમા અને ઉપાડવા કરવા માટે ડોર સ્ટેપ સેવાઓ પણ પૂરી પાડે છે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક તાજેતરમાં માત્ર 396 રૂપિયાના નજીવા વાર્ષિક પ્રીમિયમ દરે રૂપિયા 10 લાખની જનરલ ઇન્સ્યોરન્સ પોલીસી લાવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી તેમજ આંતરિયા અને વિસ્તારમાં વસતા રહીશોને વીમારૂપે સામાન્ય જરૂરિયાત પહોંચાડે છે.
રાષ્ટ્રીય ડાક સપ્તાહ આ અંગે પોસ્ટ માસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત પ્રદેશ વડોદરાના પ્રીતિ અગ્રવાલે જણાવ્યું હતું કે 'દેશમાં રાષ્ટ્રીય ડાક સપ્તાહ મનાવવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા વિભાગમાં 10 મંડળો આવેલા છે. તે અંતર્ગત અઠવાડિયામાં વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વધુ માં વધુ જાગૃતિ ફેલાય તેવો અમારો પ્રયાસ છે.'
દરેક જિલ્લામાં એક મેગા કેમ્પ પોસ્ટની વિવિજ સેવાઓ, યોજનાઓ, વીમા યોજનાઓ, ઇન્સ્યોરન્સ, ગ્રાહકોની સમશયાઓ જેવી સેવાઓને લોકો સુધી પહોંચાડવામાં આવે તેવા પ્રયાસ સાથે વિવિધ કેમ્પ કરવામાં આવી રહ્યા છે. દરેક જિલ્લામાં એક મેગા કેમ્પ કરવામાં આવી રહ્યો છે. આ અઠવાડિયામાં વિવિધ દિવસ ( Financial Empowerment Day in Vadodara ) મનાવવામાં આવશે. અંતમાં જનકલ્યાણકારી યોજનાને લઈ અંત્યોદય દિવસ મનાવવામાં આવશે. જેથી લોકો સાથે યોગ્ય સેવાઓ ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ઉપલબ્ધ કરી લોકો તેનો લાભ લઇ શકે તેવો અનેરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.