ETV Bharat / city

મોટર વ્હિકલ એક્ટ મુજબ તમામ વાહનોમાં ફર્સ્ટ એઈડ કિટ હોવી ફરજિયાત, મોટાભાગની ST બસમાં નથી - vadodara news today

મોટર વ્હિકલ એક્ટ મુજબ બસો સહિત તમામ વાહનોમાં ફર્સ્ટ એઈડ કિટ હોવી જરૂરી છે. ત્યારે વડોદરા બસ ડેપોમાં આવતી બસમાં ફર્સ્ટ એઈડ કિટ છે કે કેમ? તે અંગે ETV ભારત દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જાણો તપાસમાં શું સામે આવ્યું...

મોટર વ્હિકલ એક્ટ મુજબ તમામ વાહનોમાં ફર્સ્ટ એઈડ કિટ હોવી ફરજિયાત

author img

By

Published : Feb 4, 2021, 12:03 PM IST

  • ST બસોમાં ફર્સ્ટ એઈડ કિટ હોય છે કે કેમ? તે અંગે રિયાલિટી ચેક
  • મોટર વ્હિકલ એક્ટમાં દરેક વાહનોમાં ફર્સ્ટ એઈડ કિટ હોવી ફરજિયાત
  • વડોદરા ST ડેપોમાં મોટાભાગની બસોમાં ફર્સ્ટ એઈડ કિટ ન હોવાનું સામે આવ્યું

વડોદરા: અવાર નવાર હાઈવે પર ખાનગી તેમજ સરકારી બસ અકસ્માતનો ભોગ બનતી હોય છે. જેનાં કારણે બસનાં પ્રવાસીઓ તેમજ ચાલકો ઇજાગ્રસ્ત થયા હોવાનાં બનાવો બનતા હોય છે. અકસ્માત કે પછી કોઈ પણ તાત્કાલિક સારવારનાં કિસ્સાઓમાં જો બસમાં ફર્સ્ટ એઈડ કિટ હોય તો લોકોને તરત સારવાર આપી શકાય છે. જેના કારણે મોટર વ્હિકલ એક્ટ મુજબ દરેક વાહનોમાં ફર્સ્ટ એડ કીટ રાખવી ફરજિયાત છે. વડોદરા સેેન્ટ્રલ એસ.ટી બસ ડેપોમાં દરેક બસોમાં ફર્સ્ટ એઈડ કિટ છે કે કેમ? તે અંગે ETV ભારત દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું.

ફર્સ્ટ એઈડ કિટ
બંધ હાલતમાં પડી રહેલી ફર્સ્ટ એઈડ કિટ
યાત્રીઓએ ક્યારેય ફર્સ્ટ એડ કિટનો ઉપયોગ કર્યો નથીવડોદરા એસ.ટી ડેપો ખાતે હજારોની સંખ્યામાં લોકોની અવરજવર હોય છે અને બસો અમદાવાદ, સુરત તેમજ દાહોદ સહિત અલગ અલગ જિલ્લામાંથી વડોદરામાં પ્રવેશે છે. બસની અંદર રાખવામાં આવતી ફર્સ્ટ એઈડ કિટની અંદર એન્ટિસેપ્ટિક ક્રીમ, ડેટોલ, વંધિકૃત ડ્રેસિંગ્સ ,સ્થતિસ્થાપક અને વોટર પ્રુફ પલાસ્ટર, ઘા અને બર્ન્સ માટે પાટા અને ટિંકચર આયોડીન હોવા જોઈએ. વડોદરા એસ.ટી ડેપો ખાતે બસોમાં ચેક કરવામાં આવ્યું તો અમુક બસોમાં ફર્સ્ટ એઈડ કિટ જોવા સુદ્ધા મળી ન હતી. જ્યારે કેટલીક બસોમાં ફર્સ્ટ એઈડ કિટ જોવા મળી હતી. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, બસની અંદર ફર્સ્ટ એઈડ કિટ હોતી નથી અને અમે કોઈપણ દિવસ આ કિટનો ઉપયોગ કર્યો નથી.
મોટર વ્હિકલ એક્ટ મુજબ તમામ વાહનોમાં ફર્સ્ટ એઈડ કિટ હોવી ફરજિયાત
બસોમાં કંડકટર પાસેથી ફર્સ્ટ એઈડ કિટ મળી શકશેવડોદરા ડિવિઝનનાં ડીઝલ મેકેનિકલ એસ પી ચૌહાણે જણાવ્યું હતું કે, બસોમાં ફર્સ્ટ એઈડ કિટ હોય છે, પરંતુ અમુક વખત યાત્રીઓ ફર્સ્ટ એડ કિટનો સામાન ચોરી કરી લેતા હોય છે. આ ઉપરાંત કોરોના સમયે સરકારી કાર્યક્રમમાં આપવામાં આવેલી બસોમાંથી ફર્સ્ટ એઈડ કિટ કાઢી નાખવામાં આવી હતી. જ્યારબાદ હવે કંડકટરને ફર્સ્ટ એઈડ કિટ આપવામાં આવશે અને કોઈ યાત્રીઓને ઇજા થશે તો ફર્સ્ટ એડ કિટ કંડકટર પાસેથી મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા આ પ્રકારની કોઇપણ જાહેરાત કરવામાં આવી ન હોવા છતા આ અધિકારીએ પોતાનો લુલો બચાવ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.