ETV Bharat / city

Bus Accident In Chhotaudepur: છોટા ઉદેપુરથી મધ્યપ્રદેશ તરફ જતી નદીમાં બસ ખાબકતા 3ના મોત, અનેક ઈજાગ્રસ્ત

છોટા ઉદેપુર અલીરાજપુર રોડ ઉપર ચાંદપૂર પાસે પુલ પરથી નદીમાં બસ ખાબકતાં 3 મુસાફરોનાં મોત, 25 મુસાફરો ઇજાગ્રસ્ત (Bus Accident In Chhotaudepur) થયા હતા.

Bus Accident In Chhotaudepur: છોટા ઉદેપુરથી મધ્યપ્રદેશ તરફ જતી બસ નદીમાં ખાબકતા 3ના મોત, અનેક ઘાયલ

author img

By

Published : Jan 2, 2022, 12:43 PM IST

છોટાઉદેપુર: છોટાઉદેપુર બસ ડેપોમાંથી નિત્ય ક્રમ મુજબ ઉપડતી મઘ્યપ્રદેશની ખાનગી બસ મધ્યપ્રદેશ તરફ વહેલી સવારે જવા નીકળી હતી. ત્યારે 5.45 કલાકે ગુજરાત રાજ્યની સરહદ પાર કરી મઘ્યપ્રદેશની સરહદમાં પ્રવેશ કરતાંનીં સાથે બસ પુલની રેલીંગ તોડી 15 ફુટ ઉંડા ખાડામાં ખાબકી હતી.

છોટા ઉદેપુરથી મધ્યપ્રદેશ તરફ જતી બસ નદીમાં ખાબકતા 3ના મોત, અનેક ઘાયલ

જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી

છોટા ઉદેપુર અલીરાજપુર રોડ ઉપર બસ નદીમાં ખાબકીની જાણ મઘ્યપ્રદેશ પ્રશાસનને થતાં જ અલીરાજપુર જિલ્લા કલેક્ટર (District Collector Alirajpur ), જિલ્લા પોલીસ વડા (police station Alirajpur) સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી બચાવ અને રાહત કામ શરૂ (Rescue and relief work begins) કર્યું હતું, JCB મશીનથી આડી પડી ગયેલી બસને સીધી કરી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યાં હતાં.

ઈજાગ્રસ્તોને અલીરાજપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

છોટા ઉદેપુરથી મઘ્ય પ્રદેશનાં ખંડવા તરફ જઈ રહેલી બસ ચાંદપુર પાસે પુલ પરથી બસ નદીમાં ખાબકતાં 3 લોકોનાં ઘટનાંસ્થળે જ મોત નીપજ્યા છે, જેમાં અલીરાજપુર જિલ્લાના નિવાસીગણ ગામના રહેવાસી કૈલાશ નવલસિંગ ભીલ અને તેમના પત્ની મીરાબાઈ કૈલાશ ભીલ તેમજ રાક્સા ગામના યુગ સંજય ભિલાલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 25 લોકોને ઇજા પહોંચતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે અલીરાજપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા ઇન્દોર ખાતે વધું સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

મુસાફરી કરતા તમામ પેસેન્જર મઘ્ય પ્રદેશનાં છે

મીની પુલની રેલીંગ તોડી 15 ફુટ નાળામાં ખાબકેલી બસ વહેલી સવારે ધુમ્મસના કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મુસાફરી કરતા તમામ પેસેન્જર મઘ્ય પ્રદેશનાં હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો:

પાવીજેતપુરના ભાણપુરી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 3 લોકોના મોત

છોટાઉદેપુઃ નસવાડીના કલેડીયા ચોકડી પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, 1 નું મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.