વડોદરાઃ કોરોનાં વાઇરસનો કહેર વડોદરા શહેરમાં સતત વધતો જાય છે અને પોઝિટિવ કેસોની સંખ્યા સતત ઉપર થઇ છે. જેને લઇ તંત્ર દ્વારા સતર્કતાના પગલા લેવામાં આવી રહ્યા છે અને શહેરમાં જે વિસ્તારોમાં પોઝિટિવ કેસો નોંધાયા છે. ત્યાં રેડ ઝોન જાહેર કરાયો છે અને બીજા શંકાસ્પદ વિસ્તારોમાં અલગ અલગ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.
શહેરના સંવેદન સીલ વિસ્તારોમાં લોકડાઉનનો કડક અમલ થાય તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે. જ્યારે સરકાર દ્વારા લોકડાઉનની મુદત 3 મે સુધી કરવામાં આવતા પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે અને શહેરના સંવેદન સીલ અને કોરોના શંકાસ્પદ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રેડ ઝોનમાં મુકવામાં આવેલા તાંદલજા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે બી.એસ.એફ.ની ટુકડી ઉતારી દેવામાં આવી છે.