ETV Bharat / city

Brawl over car parking : પાર્કિંગ બાબતે સમજાવવા ગયેલા રહીશો પર હુમલો - Brawl over car parking

વડોદરાના માંજલપુરમાં એક સોસાયટીના રહીશો કાર પાર્કિંગ બાબતનો ઝઘડો પોલીસ સ્ટેશન (Complaint lodge in Brawl over car parking) સુધી પહોંચ્યો હતો. અડચણરુપ થાય તે રીતે કાર પાર્ક કરતાં સોસાયટીના (Royal Villa Society of Manjalpur) રહીશને સમજાવવા ગયેલા સોસાયટી પ્રમુખ અને અન્યો પર ઉશ્કેરાયેલા કારમાલિકે હુમલો (Brawl over car parking) કરી દીધો હતો. માંજલપુર પોલીસ સ્ટેશનમાં (Manjalpur Police Station) ફરિયાદ બાદ વધુ તપાસ હાથ ધરી હતી.

Brawl over car parking : પાર્કિંગ બાબતે સમજાવવા ગયેલા રહીશો પર હુમલો

author img

By

Published : Jul 25, 2022, 9:16 PM IST

વડોદરા- વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ રોયલવિલા સોસાયટીમાં કાર પાર્કિંગ ( Brawl over car parking) બાબતે એક શખ્શે દંપતિનું પથ્થર વડે હુમલો કરતા માથું ફોડી નાખ્યું હતું તેમજ પટ્ટાથી પણ માર મારી હુમલો કર્યો હતો. પટ્ટાથી માર મારવાની ઘટના સોસાયટીના (Royal Villa Society of Manjalpur) રહીશોએ મોબાઇલમાં કેદ કરી લીધી છે. આ મામલે ફરિયાદી દ્વારા માંજલપુર પોલોસ સ્ટેશનમાં (Manjalpur Police Station) ફરિયાદ (Complaint lodge in Brawl over car parking) કરવામા આવી છે. પરંતુ હજુ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.

સોસાયટી પ્રમુખ અને અન્યો પર ઉશ્કેરાયેલા કારમાલિકે હુમલો કર્યો હતો

અડચણરૂપ કાર પાર્ક કરતા બબાલ -વડોદરાના માંજલુપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વડસર રોડ પર સ્થિત રોયલ વિલા સોસાયટીમાં (Royal Villa Society of Manjalpur) રવિવારે ક્લબ હાઉસની જગ્યામાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઇ હતી. જેમાં ક્લબ હાઉસની જગ્યામાં પાર્કિંગ ન કરવું તેવા બોર્ડ લગાવ્યા છતાં સોસાયટીમાં રહેતા રોમીલ ઉર્ફે બબલુ પહવારી રોય અડચરણરૂપ થાય તેમ કાર પાર્કિંગ કરતો હતો. જેથી આ સોસાયટીના પ્રમુખ હિમાંશુભાઇ પટેલ અને સોસાયટીના રહીશો રોમીલ ઉર્ફે બબલુને સમજાવવા ગયા હતાં.

આ પણ વાંચોઃ ડેપ્યુટી કલેક્ટરને પણ ના છોડ્યો, રસ્તા વચ્ચે ચપ્પલથી માર્યો

ઈંટ પથ્થર વડે હુમલો -દરમિયાન બબલુ રોય ઉશ્કેરાઇ ગયો હતો અને તેના કુટુંબીજનો જુગલ કિશોર પહવારી રાય અને અજીત જુગલ કિશોર રાયને બોલાવી લાવ્યો હતો. જ્યાં અજીત રાય નામના શખ્સે આવીને સીધા જ સોસાયટીમાં રહેતા સભ્યો પર પટ્ટો લઇ મારવા તૂટી પડ્યો હતો. સાથે જુગલે સોસાયટીમાં (Royal Villa Society of Manjalpur) રહેતા ગૌરાંગભાઇ મિસ્ત્રીને માથામાં ઇંટ મારી હતી. જેથી ગૌરાંગભાઇ લોહીલુહાણ થઇ ગયા હતાં તેમજ અજીતે ગૌરાંગભાઇની પત્ની હીરલબેનને માથામાં છુટ્ટો પથ્થર માર્યો હતો જેમાં હીરલબેનને પણ માથામાં ઇજાઓ થઇ હતી.

આ પણ વાંચોઃ Firing on Women in Bhavnagar : સામાન્ય બાબતે બે મહિલાઓ પર ફાયરિંગ કરી પાડોશી નાસી ગયો

જાનથી મારી નાખવાની ધમકી આપી -ગૌરાંગભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને માથામાં છ ટાંકા આવ્યા હતાં. તેમજ તેમની પત્ની હિરલબેનને પણ માથે પાટાપિંડી કરવામાં આવી હતી. ઝપાઝપી દરમિયાન સોસાયટીના (Royal Villa Society of Manjalpur) પ્રમુખ હિમાંશુભાઇ પટેલને પણ બબલુએ મોઢાના ભાગે મૂઢમાર માર્યો હતો. સાથે આરોપીઓએ સોસાયટીના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજાગ્રસ્ત ગૌરાંગભાઇએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ રોમીલ ઉર્ફે બબલુ, જુગલ કિશોર પહવારી રાય અને અજીત રાય સામે ફરિયાદ (Complaint lodge in Brawl over car parking) દાખલ કરાવી છે. આ અંગે માંજલપુર પોલીસે (Manjalpur Police Station) વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.