ETV Bharat / city

આ યુવાનને એટલા દેશોના રાષ્ટ્રગીતો કંઠસ્થ છે કે, સાંભળીને થશે આશ્ચર્ય

author img

By

Published : Jul 1, 2021, 8:52 PM IST

વડોદરામાં કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અથર્વ મૂળેને વિશ્વના 91 દેશના રાષ્ટ્રગીત કંઠસ્થ ( Memorize The National Anthem ) છે. આ બદલ તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોડ ( India Book Of World Record )માં સ્થાન પણ મળ્યું છે. અથર્વને અનેક દેશોની ભાષામાં ભારતના રાષ્ટ્રગીતને ગાઈ શકવાની પણ ખૂબી વિશેષ છે. આ ઉપરાંત, તે દેશના રાષ્ટ્રગીતને તેની મૂળ ભાષામાં અને તે જ સુર અને લયમાં પ્રસ્તુત કરી જાણે છે.

memorized national anthems of 91 countries of world
અથર્વ મૂળેને વિશ્વના 91 દેશના રાષ્ટ્રગીત કંઠસ્થ

  • દેશનો એક માત્ર વિદ્યાર્થી જેને 91 દેશોના રાષ્ટ્રગીત કંઠસ્થ
  • તમામ દેશોના રાષ્ટ્રગીતના અર્થ પણ જાણે છે
  • દરેક રાષ્ટ્રગીતની સમય મર્યાદાઓનું પણ જ્ઞાન

વડોદરા: દેશનું રાષ્ટ્રીય ગીત સામાન્ય રીતે તમામ લોકોને મોઢે હશે, પરંતુ માંડ કેટલાક એવા ભારતીયો હશે જેઓને ભારત સિવાય અન્ય કોઈ દેશના રાષ્ટ્રગીત મોઢે હોય અથવા ખબર હોય છે. ત્યારે, વડોદરા શહેરના કલાલી રોડ પર રહેતા વિધાર્થી અથર્વ મૂળેને વિશ્વના 91 દેશોના રાષ્ટ્રગીત કંઠસ્થ( Memorize The National Anthem ) છે અને તેના અર્થ પણ જાણે છે. અથર્વ મૂળેને તેની આ સિદ્ધિ બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોડ( India Book Of World Record )માં સ્થાન પણ મળ્યું છે.

5 વર્ષ પહેલાં રાષ્ટ્રગીત શીખવાનું શરૂ કર્યું

વડોદરાના કલાલી રોડ પર રહેતો અને શહેરની કોલેજમાં અભ્યાસ કરતો અથર્વ અમિત મૂળે દુનિયાના 91 દેશોના રાષ્ટ્રગીત કડકડાટ મોઢે ગાઈ શકે છે. આ ઉપરાંત, તે તમામ રાષ્ટ્રગીતના અર્થને પણ સમજી શકે છે. આજથી 5 વર્ષ પહેલાં માત્ર જિજ્ઞાસાવશ ઈન્ટરનેટ પર ભારતના રાષ્ટ્રગીતના વિવિધ અંતરા શોધવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દેશના પ્રસિદ્ધ ગાયકના કંઠે ગવાયેલું દેશનું રાષ્ટ્રગીત જન ગણ મન તેને સાંભળ્યું હતું. આ ગીત સાંભળ્યા બાદ ઈન્ટરનેટ પર જ પાકિસ્તાનનું રાષ્ટ્રગીત પણ તેને સાંભળ્યું હતું અને ત્યારબાદ વિવિધ દેશના રાષ્ટ્રગીત કેવા હશે, કેવી રીતે ગવાતાં હશે અને તેના ભાવાર્થ શુ હશે તે અંગેનો અભ્યાસ શરુ કર્યો હતો. અથર્વની જિજ્ઞાશાને કારણે તે આજે દુનિયાના 91 જેટલા દેશોના રાષ્ટ્રગીતને મોઢે કરી શક્યો છે.

આ પણ વાંચો: કરમની કઠણાઈને પણ હરાવી દે એવી ધગશ, સુતા સુતા ભણે છે આ પ્રિન્સ

રાષ્ટ્રગીતોની સમય મર્યાદાઓ વિશે પણ જાણે છે અથર્વ

અથર્વ એ ઈન્ટરનેટના માધ્યમથી વિવિધ દેશોના રાષ્ટ્રગીતની હાર્ડ કોપી મેળવી, તેને કેવી રીતે ગાઈ શકાય તેનો પણ બારીકાઈથી અભ્યાસ કર્યો છે. આથી, પરિણામે તે વિવિધ દેશોની અલગ અલગ ભાષામાં રચાયેલા રાષ્ટ્રગીતને આસાનીથી ગાઈ શકે છે. અથર્વ જે દેશોના રાષ્ટ્ર ગીત શીખ્યો છે તે તમામ રાષ્ટ્રગીતોની સમય મર્યાદાઓ પણ જુદી જુદી છે. જેમ કે, સાઉદી અરેબિયાનું રાષ્ટ્રગીત માત્ર 24 સેકન્ડનું જ છે, જ્યારે ઇરાકનું રાષ્ટ્રગીત સૌથી વધુ સેકન્ડ એટલે કે 134 સેકન્ડનું છે. અથર્વને આફ્રિકાના 7, એશિયન દેશોના 29, ઓસ્ટ્રેલિયાનું 1, યુરોપિયન 1 અને બે નોર્થ અમેરિકાના રાષ્ટ્રગીતો કંઠસ્થ છે. આ ઉપરાંત અથર્વ નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિત ભારતના પાડોશી દેશોના રાષ્ટ્ર ગીત ગાઈ શકે છે.

અથર્વનું ઇન્ટરપ્રિટર બનવાનું સપનું

અથર્વ મૂળે કોલેજમાં અભ્યાસ કરે છે અને તેને આગળ વધુ અભ્યાસ કરીને ઇન્ટરપ્રિટર બનવું છે. અથર્વ વિશ્વના અન્ય બાકી રહી ગયા છે તેવા દેશોના રાષ્ટ્રગીતો શીખવા માટે હાલ પ્રયાસ કરી રહ્યો છે. મહત્વનું છે કે, અથર્વને દેશનું રાષ્ટ્રગીત અન્ય ભાષામાં પણ આવડે છે. જેમાં, એરેબિક ભાષામાં આપના દેશના રાષ્ટ્રગીતને ગાઈ શકવાની ખૂબી વિશેષ છે. આ ઉપરાંત, હાલ તે દેશના વિવિધ રાજ્યો માટે રચાયેલા રાજ્ય ગીતો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં ગુજરાત સહિત અન્ય 4 રાજ્યોના રાજ્યગીત તેને કંઠસ્થ કરી લીધા છે. અથર્વના માતા પિતા તેના આ ટેલેન્ટને લઈને ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છે. ખાસ કરીને અથર્વ જ્યાં રહે છે, તે વિસ્તારમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓમાં અથર્વ એ એક સેલિબ્રેટી સમાન બન્યો છે.

આ પણ વાંચો: શારીરિક રીતે વિકલાંગ છતાં ઉત્કૃષ્ટ કલાકાર

વધુ દેશોના રાષ્ટ્રગીત શીખવા માટે તૈયારી

વડોદરામાં રહેતો અથર્વ એક માત્ર દેશનો એવો વિદ્યાર્થી છે કે જેને મોટી સંખ્યામાં વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રગીત મોઢે આવડતા હોય. મહ્ત્વનું છે કે, તે આ રાષ્ટ્રગીતો મોઢે તો ગાઈ શકે છે, પરંતુ જે તે દેશના રાષ્ટ્રગીતને તેની મૂળ ભાષામાં અને તે જ સુર અને લયમાં પ્રસ્તુત કરી જાણે છે. અથર્વએ મેળવેલી સિદ્ધિને લઇને તે હજી વધુ દેશોના રાષ્ટ્રગીત શીખવા માટે તૈયારી કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.