ETV Bharat / city

વડોદરામાં પાવડર કોટિંગની કંપનીમાં થયો બ્લાસ્ટ, 1 કિમી સુધી અસર વર્તાઇ

વડોદરામાં સરદાર એસ્ટેટ(Sardar Estate in Vadodara ) પાસે ગેસના રેગ્યુલેટર પર પાવડર કોટિંગ(Boiler Rupture Powder Coating Company) કરતી કંપનીમાં બોઇલર ફાટતા ભારે ચકચાર મચી હતી. જેમાં કંપનીના મલિક સહીત એક મહિલાને ઇજા પોંહચી હતી. આ સાથે જ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, વર્કશોપની દિવાલ પણ ધરાશાયી થઇ હતી.

author img

By

Published : Jul 4, 2022, 7:12 PM IST

વડોદરામાં પાવડર કોટિંગની કંપનીમાં થયો બ્લાસ્ટ, 1 કિમી સુધી અસર વર્તાઇ
વડોદરામાં પાવડર કોટિંગની કંપનીમાં થયો બ્લાસ્ટ, 1 કિમી સુધી અસર વર્તાઇ

વડોદરા: શહેરમાં સરદાર એસ્ટેટ(Sardar Estate in Vadodara) પાસે એક કંપનીમાં બોઇલર ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક ભયંકર બ્લાસ્ટ થતા કંપનીના માલિક કામ કરી રહ્યા હતા ત્યારે તેને ઇજા પહોંચી હતી. કંપનીના માલિક સહિત અન્ય એક મહિલાને ઈજા પહોંચી હતી. જ્યારે બ્લાસ્ટ થતા જ કંપનીની છત ઉડી ગઈ હતી. ધડાકો એટલો પ્રચંડ હતો કે, એક કિલોમીટરના વિસ્તારમાં તેની અસર વર્તાઈ હતી.

ગેસના રેગ્યુલેટર પર પાવડર કોટિંગ કરવાની કામગીરી કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ થતા છત ઉડી ગઈ અને વર્કશોપની દિવાલ ધરાશાઈ થઈ હતી

પાવડર કોટિંગ કરવાની કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો - વડોદરા શહેરમાં અતુલ બેકરી(Atul Bakery in Vadodara) પાછળ સરદાર એસ્ટેટ પાસે કંપનીમાં ગેસના રેગ્યુલેટર પર પાવડર કોટિંગ(Powder coating on gas regulator) કરવાની કામગીરી થાય છે. આ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ(Vadodara Company Blast) થયો હતો બ્લાસ્ટ થતા જ કંપનીની છત ઉડી ગઈ હતી. વર્કશોપની દિવાલ ધરાશાયી(Wall of Workshop Collapsed) થઈ હતી. ધડાકો એટલો પ્રચંડ હતો કે, એક કિલોમીટરના એરિયામાં તેની અસર વર્તાઈ હતી. જ્યારે આ ઘટના બની તે સમયે કંપનીના માલિક દિલાવર કાચવાલા બોઇલર પાસે મશીન પર કામ કરી રહ્યા હતા. બ્લાસ્ટના કારણે દિવાલ પડતા દિલાવરના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેઓને સારવાર અર્થે શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ પણ વાંચો: ધડાકા બાદ ધુમાડાંના ગોટેગોટા,દહેજની કંપનીમાં બ્લાસ્ટ થતા 20 શ્રમિક ઈજાગ્રસ્ત 3 ગંભીર

કંપનીનો કાચોમાલ રોડ પર આવીને પડ્યો હતો - આ ઉપરાંત એક મહિલા કર્મચારીના હાથ પર પણ ઈજા પહોંચી હતી. પ્રચંડ બ્લાસ્ટના કારણે કંપનીનો કાચોમાલ રોડ પર આવીને પડ્યો હતો. કંપનીમાં ચાર કર્મચારીઓ ફરજ બજાવે છે જ્યારે ઘટના બની તે સમયે તમામ કર્મચારીઓ કંપનીની બહાર હતા, જેને કારણે તેઓનો આબાદ બચાવ થયો છે.

આ પણ વાંચો: Fire in Company Vadodara : કંપનીમાં બ્લાસ્ટ થતાં આટલા લોકોને કરાયા હોસ્પિટલમાં ભરતી

સુરક્ષા નિયમોની અવગણના આ સ્થળે જોવા મળી હતી - કંપનીમાં ગેસના સિલિન્ડરના રેગ્યુલેટર ઉપર પાવડર કોટિંગની કામગીરી કરવામાં આવે છે. આ સ્થળ પર તમામ સુરક્ષા નિયમોની અવગણના જોવા મળી હતી. જ્યારે બ્લાસ્ટની ઘટનાની જાણ થતાં જ પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.