વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા અનંતા ટ્રેડર્સ ખાતેના સેન્ટરમાં રેલ્વે રિક્રુમેન્ટ ઓનલાઇન પરીક્ષા (Railway Recruitment Online Exam) દરમિયાન બિહારથી આવેલા બોગસ ઉમેદવાર ઝડપાતા TCS કંપનીના અધિકારીઓ (Officials of TCS Company) દ્વારા લક્ષ્મીપુરા પોલીસ મથકમાં (Laxmipura Police Station) ફરિયાદ નોંધાવી હતી. આ વિદ્યાર્થી અસલી વિદ્યાર્થીની ચામડી લગાવીને પરીક્ષા આપવા માટે બિહારથી વડોદરા આવ્યો હતો સમગ્ર મામલો ફિંગર પ્રિન્ટ વેરિફિકેશન (Finger Print Verification) દરમિયાન ઝડપાતા લક્ષ્મીપુરા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ફિંગર વેરિફિકેશનમાં વિદ્યાર્થી ઝડપાયો પરીક્ષા નિરીક્ષક અખિલેન્દ્રસિંહ સિકવીઝન ડિવાઇસ મારફતે વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરી રહ્યા હતા. તે દરમિયાન વિવિધ ઉમેદવાર મનીષકુમાર શંભુપ્રસાદની ફિંગર પ્રિન્ટનું વેરિફિકેશન થયું ન હતું. આ સમયે નિરીક્ષકને શંકા જતા આ ઉમેદવારને તપાસ કરતા અંગૂઠાના ભાગે ડુબલીકેટ ચામડી લગાવી છે. તેવી માહિતી સામે આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉમેદવારની પૂછપરછ કરતા મનીષકુમારના નામે આવેલા ઉમેદવાર રાજ્યગુરુ ગુપ્તા (રહેવાસી બેલાડીહ બિહાર) હોવાની જાણ થઈ હતી.
આ પણ વાંચો એજન્ટના નામે RTOનું કામ કરાવવા માગતા હોવ તો થઈ જજો સાવધાન
બિહારનો બોગસ ઉમેદવાર લક્ષ્મીપુરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિગતો એવી સામે આવી છે કે વડોદરા જિલ્લાના વાસણા કોતરીયા (Vasana Kotariya of Vadodara) ખાતે રહેતા જસ્મીનકુમાર ગજ્જર ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસમાં ઓપરેશન એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. તેમને નોંધાવેલી ફરિયાદ અનુસાર કંપનીમાં ઓનલાઇન રેલવે ,બેંક સ્ટાફ, સિલેકશન બોર્ડ , ONGCમાં રિક્રુમેન્ટ પરીક્ષા (ONGC Recruitment Exam) યોજાતી હોય છે. આઈ ઓ એન ડિજિટલ ઝોન આઇડીઝેડ ટુ અનંતા ટ્રેડર્સ સેન્ટર ખાતે સોમવારે રેલવે રિક્રુટમેન્ટ લેવલ 1ની પરીક્ષા યોજાય હતી. આ દરમિયાન આ પ્રકારનો બોગસ વિદ્યાર્થી ઝડપાયો હતો.
પરીક્ષા પૂર્વેની પ્રોસેસ પરીક્ષા શરૂ કરતાં પહેલાં ઉમેદવારોની એન્ટ્રી શરૂ કર્યા બાદ એડમિટ કાર્ડ ચકાસી કરવામાં આવે છે. બારકોડ સ્કેન કરી તેઓના ફોટા અને આઈડી ચેક કરી મેટલ ડિટેક્ટથી ફિક્સિંગ તેમજ સ્કેનિંગ કરી સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં પરીક્ષાતીને કઈ લેબમાં જવાનું તે નક્કી થાય છે.
આ પણ વાંચો બોગસ એડમિશન રદ કરવાની સરકારમાં સિસ્ટમ નથી : જીતુ વાઘાણી
યુનિક સિસ્ટમ નંબર બાયોમેટ્રિક ડિવાઇઝ મારફતે પરીક્ષાર્થીની ફિંગર પ્રિન્ટ જનરેટ કરવામાં આવે છે. જે આધારકાર્ડ ડેટા સાથે વેરિફિકેશન કરીને યુનિક સિસ્ટમ નંબર (Unique System Number) આપવામાં આવે છે. તેનાથી બેઠક નંબર નક્કી થાય છે અને ત્યારબાદ ફરી વખત વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ પ્રોસેસમાં બોગસ ઉમેદવારની ફિંગર પ્રિન્ટ ડિવાઇસમાં ન આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મામલે ફરિયાદના આધારે લક્ષ્મીપુરા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી આરંભી છે.