ETV Bharat / city

Bishnoi Gang Vadodara: વડોદરામાં બિશ્નોઈ ગેંગ પર તરાપ, PCBએ દારૂનું ગોડાઉન ઝડપ્યું - 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત - વડોદરામાં દારૂનો પુરવઠો

વડોદરામાં PCB દ્વારા બિશ્નોઈ ગેંગ (Bishnoi Gang Vadodara)ના દારૂના ઠેકાણાંઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. બિશ્નોઈ ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ રૂપિયા 1633200ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો અને કુલ રૂપિયા 3480600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Bishnoi Gang Vadodara: વડોદરામાં બિશ્નોઈ ગેંગ પર તરાપ, PCBએ દારૂનું ગોડાઉન ઝડપ્યું - 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

author img

By

Published : Mar 10, 2022, 4:07 PM IST

વડોદરા: રાજસ્થાનના બિસ્નોઇ મારવાડીની જુદી જુદી ગેંગ (Bishnoi Gang Vadodara) દ્વારા વડોદરા શહેરમાં મકાનો તથા ગોડાઉનો ભાડે રાખી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી (alcohol rigging in vadodara)કરવામાં આવી રહી હતી. વડોદરા PCB બાતમીના આધારે છેલ્લાં કેટલાક સમયથી બિસ્નોઇ ગેંગના માણસોની ગતિવિધિ પર નજર રાખી રહી હતી. માંજલપુર પોલીસ સ્ટેશન (manjalpur police station vadodara)ના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ બિસ્નોઇ ગેંગના ઘેવર મારવાડી તથા બિસ્નોઇ મારવાડી ગેંગના અન્ય સભ્યો બાબતે માહિતી મેળવવામાં આવી રહી હતી.

બિસ્નોઇ ગેંગના કુલ 4 સાગરીતો ઝડપાયા.

34,80,600નો મુદ્દામાલ જપ્ત કર્યો

વોન્ટેડ ઘેવર મારવાડીએ ફરીથી માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો ધંધો (alcohol in vadodara) ઠાલવવાનું શરૂ કર્યુ હોવાની માહિતી PCBને મળી હતી. માહિતી મળતાં PCBની ટીમે સ્થળ પર પહોંચી રેઇડ કરી હતી. જ્યાં દુકનામાંથી પોલીસને વિપુલ માત્રમાં દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. તથા દારૂનો સપ્લાય (Alcohol supply in vadodara) કરવા માટે ઉપયોગમાં લેવાતા 5 જેટલા વાહનો પણ પોલીસે જપ્ત કર્યા હતા. આમ રૂપિયા 16,33,200ની કિંમતનો દારૂ-બિયરના જથ્થા સાથે વાહનો મળી કુલ રૂપિયા 34,80,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો: Gandhidham Alcohol Case : ગાંધીધામના ખંડેર ગોડાઉનમાંથી પૂર્વ કચ્છ LCBએ 43.72 લાખનો દારૂનો જથ્થો કર્યો કબ્જે

દુકાન ભાડે રાખી ઇંગ્લિશ દારુનો સંગ્રહ કરવામાં આવતો હતો

PCB PI જે.જે.પટેલને માહિતી મળી હતી કે, વોન્ટેડ આરોપી ઘેવર મારવાડી માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિલ કેનાલ રોડ (bill canal road vadodara) ઉપર આવેલા પુષ્ટી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાન નંબર-11 ભાડેથી રાખી ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરી નાના વાહનો મારફતે હેરાફેરી કરે છે. દુકાનની આગળ પાર્ક વાહનોમાં દારૂનો જથ્થો સપ્લાય થવાનો હોવાની ચોક્કસ બાતમી આધારે PCB દ્વારા આયોજન બદ્ધ રીતે રેડ કરવામાં આવી હતી.

બિસ્નોઇ ગેંગના 4 સાગરીતોની ધરપકડ

ઘેવર મારવાડીએ રહેવા માટે આજવા રોડ ઉપર પંચમ બ્લોસમ ફ્લેટમાં મકાન ભાડેથી રાખ્યું છે. તેમજ તેના માણસોના રહેવા માટે ગોત્રી સેવાસી રોડ ઉપર આવેલા ઓસિયા મોલની પાછળના ભાગે સોસાયટીનું મકાન ભાડે રાખેલું હોવાની બહાર આવેલી હકીકત આધારે આ બંને સ્થળોએ પણ PCBની ટીમ ગોઠવી દેવામાં આવી હતી. વડોદરા PCBની જુદી જુદી 3 ટીમો બનાવી બિલ કેનાલ રોડ, પુષ્ટી એપાર્ટમેન્ટ બીલ, ગોત્રી તેમજ આજવા રોડ ખાતે સામુહિક દરોડો પાડી બિસ્નોઇ ગેંગના કુલ 4 સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો: Ahmedabad Alcohol Case : રાજસ્થાનથી દારૂ લઈને આવતા બુટલેગરોની પોલીસે ફિલ્મી ઢબે બોચી દબોચી

ભાડા કરારના આધારે દારૂ હેરાફેરી માટે વાહનો ખરીદ્યા

બિસ્નોઇ ગેંગનો મુખ્ય સુત્રધાર ઘેવરચંદ બિસ્નોઇ અગાઉ પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે. તાજેતરના માંજલપુર પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ સ્ટેશનોમા વોન્ટેડ હોઇ તેની ઓળખ છૂપાવવા માટે રાજસ્થાન ખાતેથી દિનેશકુમાર કિશનલાલ નામનું બોગસ આધાર કાર્ડ બનાવી ઓળખ છૂપાવી રહેતો હોવાની હકીકત સામે આવી છે. બિસ્નોઇ ગેંગના સાગરીતો પોતે સુથારીકામ તથા અલગ અલગ પાવડરોના કામકાજ કરતા હતા. જે બહાના હેઠળ ભાડા કરાર કરી મકાન તથા દુકાન ભાડે રાખી દારૂની હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા હતા. તેઓ ભાડા કરારના આધારે દારૂની હેરાફેરી માટેના વાહનો ફોર વ્હીલર, ટુ વ્હીલર ભાડે રાખેલા મકાનના સરનામે ખરીદ કરતા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.