- રહીશો દ્વારા પ્લે કાળ લઈને વિરોધ પ્રદર્શન
- છેલ્લા પાંચ વર્ષથી લાભાર્થીઓને મકાન ફાળવવામાં આવતા નથી
- મકાન બાંધકામની કામગીરી કાચબાની ગતિએ ચાલી રહી છે
- રહીશોએ હાલ લોનના હપ્તા અને ભાડું પણ ભરવુ પડી રહ્યું છે
વડોદરાઃ સયાજીપુરા ટાઉનશીપ નજીક આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને લાંબા સમયથી મકાનની ફાળવણી હજુ થઇ નથી. તે ઉપરાંત મકાનો તૈયાર કરવાનું કામ ગોકળગાય ગતિએ ચાલતું હોવાથી નારાજ મકાનના લાભાર્થીઓ દ્વારા વિરોધ નોધાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ વડોદરા: મુખ્યમંત્રી આવાસના રહીશોએ મકાનોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ અને હલકી ગુણવત્તાને લઈને રજૂઆત કરી
મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો 2014-15માં ફાળવવામાં આવ્યા હતા
સયાજીપૂરા ખાતે આવેલા આ મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો 2014-15માં ફાળવવામાં આવ્યા હતા. આજે 6થી 7 વર્ષ થવા આવ્યા છતાં પણ આ મકાનોનું બાંધકામ અધૂરું છે અને ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે રોષે ભરાયેલા લાભાર્થીઓ બની રહેલા મકાનો પાસે પહોંચી જઈ 'અમને મકાન આપો અથવા જેલ આપો' ના પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચોઃ વડોદરા: મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ પાણીના મુદ્દે રામધૂન બોલાવી
મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ ચીમકી ઉચ્ચારી
આ સાથે મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે, જુલાઈ 2021 સુધીમાં અમને તૈયાર ઘર નહીં મળે તો, અમે જાતે જે સ્થિતિમાં મકાનો હશે તે જ સ્થિતિમાં મકાન પર કબ્જો લઈ લઈશું.