ETV Bharat / city

ડભોઈના ધારાસભ્યની પુત્રીની ગાડી ઉપર એક્ટિવા સવાર દંપતીએ કર્યો હુમલો - gujarat police

વડોદરાઃ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રીની કારનો દાંડીયા બજારમાં એક્ટિવા સવાર દંપતી સાથે અકસ્માત થયો હતો. જેથી આ દંપતીએ તેણી પર હુમલો કરી અન્ય 7 શખ્સોને બોલાવી કારનો ઘેરાવ કરતા હડકંપ મચી ગયો હતો.

accident in dabhoi mla daughter
author img

By

Published : Oct 7, 2019, 9:04 PM IST

માહિતી પ્રમાણે, ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રી રતી મહેતા પોતાની કોલેજ પુરી કરી ઘરે જઈ રહી હતી. જે દરમિયાન એક એક્ટીવા સવાર દંપતી સાથે રતીનો અકસ્માત થયો હતો. જેથી એક્ટીવા સવાર દંપતી મહિલાએ રતી મહેતાની કારના કાચ અને વાયપર તોડી નાખ્યા હતા. સાથે જ અશરફ પઠાણ નામના આરોપીએ અન્ય 6 થી 7 શખ્સોને ફોન કરી બોલાવી તમામ લોકોએ રતી મહેતાની કારનો ઘેરાવ કરી તેના પર હુમલાનો પ્રયાસ કર્યો.

ડભોઈના ધારાસભ્યની પુત્રીની ગાડી ઉપર એક્ટીવ સવાર દંપતીએ કર્યો હુમલો

આ ઘટના બનતા રતી મહેતાએ તેના પિતા શૈલેષ મહેતાને ફોન કરી જાણ કરી હતી. જેથી શેલૈષ મહેતાએ આ મામલાની રાવપુરા પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી દંપતીની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. રતી મહેતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે હુમલાની અને કારમાં તોડફોડ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે અશરફ પઠાણ અને તેમની પત્નીની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

બીજી બાજુ ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત ભાજપના નેતાઓ રાવપુરા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. આ મામલે શૈલેષ મહેતાએ કહ્યું હતું કે, દાંડીયાબજાર વિસ્તારમાં અવારનવાર યુવતીઓની છેડતી થાય છે. છતાં પોલીસ કોઈપણ કાર્યવાહી કરતી નથી. જેથી આ મામલાની જાણ ગૃહમંત્રી અને વડોદરા પોલીસ કમિશ્નરને પણ કરી છે.

Intro:વડોદરાના દાંડીયાબજાર વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રીની કારનો અકસ્માત થયા બાદ તેમના પર એકટીવા સવાર દંપતીએ હુમલો કર્યો સાથે જ ફોન કરી 7 શખ્સોને બોલાવી કારનો ઘેરાવ કરતા હડકંપ મચી જવા પામ્યો છે...Body:શૈલેષ મહેતાની પુત્રી રતી મહેતા પોતાની કોલેજ પુરી કરી ઘરે જતી હતી તે દરમિયાન એક એકટીવા સવાર દંપતી સાથે અકસ્માત થયો...જેનાથી એકટીવા સવાર દંપતીમાં મહિલાએ રતી મહેતાની કારના કોચ તોડી નાખ્યા, કારના વાયપર તોડી નાખ્યા સાથે જ અશરફ પઠાણ નામના આરોપીએ અન્ય 6 થી 7 શખ્સોને ફોન કરી બોલાવી લેતા તમામ લોકોએ રતી મહેતાની કારનો ઘેરાવ કરી તેના પર હુમલાનો પ્રયાસ કર્યો...જેથી રતી મહેતાએ તેના પિતા શૈલેષ મહેતાને ફોન કરી જાણ કરતા રાવપુરા પોલીસને ઘટનાની જાણ કરી...જેથી રાવપુરા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી બંને દંપતીને પોલીસ સ્ટેશન લઈ આવી...રતી મહેતાએ આરોપીઓ સામે હુમલાની અને કારમાં તોડફોડ કર્યાની ફરીયાદ રાવપુરા પોલીસમાં નોંધાવતા પોલીસે અશરફ પઠાણ અને તેમની પત્નીની ધરપકડ કરી સાથે જ અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે...Conclusion:બીજી બાજુ ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત ભાજપના નેતાઓ રાવપુરા પોલીસ સ્ટેશન દોડી આવ્યા...શૈલેષ મહેતાએ કહ્યું કે દાંડીયાબજાર વિસ્તારમાં અવારનવાર યુવતીઓની છેડતી થાય છે છતાં પોલીસ કાર્યવાહી નથી કરતી...જેથી આ મામલાની જાણ ગૃહમંત્રી અને વડોદરા પોલીસ કમિશનરને કરી છે...

બાઈટ 1: સંદીપ ચૌધરી- ડીસીપી ઝોન 2- વડોદરા પોલીસ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.