ETV Bharat / city

PFIની તપાસ માટે વડોદરામાં ATSનુ સર્ચ ઓપરેશન - વડોદરા

શહેરના બાવામાનપુરા વિસ્તારમાં આવેલી એક મસ્જીદમાં(Vadodara to investigate PFI) ગુજરાત ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.(ATS conducted search operation) કોઇ અનિઇચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

PFIની તપાસ માટે વડોદરામાં ATSએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

author img

By

Published : Sep 29, 2022, 6:00 PM IST

Updated : Sep 29, 2022, 9:41 PM IST

વડોદરા: વડોદરાના બાવામાનપૂરામાં એકાએક પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે અગ્રણી તપાસ એજન્સી ગુજરાત ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.(ATS conducted search operation) PFI પર દેશ વ્યાપી તપાસનો રેલો વડોદરા આવી પહોંચ્યો છે(Vadodara to investigate PFI). જેમાં શહેરના બાવામાનપુરા વિસ્તારમાં આવેલી એક મસ્જીદમાં ગુજરાત ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કોઇ અનિઇચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મદ્રેશા ને શીલ મારી દેવા માં આવ્યું છે તાજેતરમાં ભારત સરકાર દ્વારા PFI સહિતની 7 જેટલી સંસ્થાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે આજે આ સ્થળેથી ચાર મોલવીની હાલ સુધીમાં અટકાયત કરવામાં આવી છે .

PFIની તપાસ માટે વડોદરામાં ATSનુ સર્ચ ઓપરેશન

શકમંદોની અટકાયત કરવામાં આવી : નેશનલ ઇન્વેસ્ટીગેટીવ એજન્સી (NIA) દ્વારા PFI સંસ્થા સામે બે તબક્કામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં શકમંદોની અટકાયત કરી તેમની પુછપરછમાં દેશવિરોધી ષડયંત્રની સનસનીખેજ માહિતી સામે આવતા તપાસનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. બીજા તબક્કામાં ગુજરાતમાં PFI સાથે સંવેદના રાખતી અન્ય સંસ્થાના 15 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી હતી. અને તેમની પુછપરછ કરવામાં આવી હતી. જે બાદ PFI સહિતની 7 જેટલી સંસ્થાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ દરમિયાન તપાસનો રેલો વડોદરા સુધી પહોંચ્યો છે PFI સહિતની 7 જેટલી સંસ્થાઓ પર ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ પ્રતિબંધ મુક્યો છે. PFI સહિતની આ સંસ્થાઓના ફંડીંગ અંગેની તપાસમાં વડોદરા કનેક્શન સામે આવ્યું છે.

સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું: NIA ના ઇન્પુટ આધારે વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં આવેલી આયશા મસ્જીદમાં આજરોજ ગુજરાત ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરાના બાવામાનપુરા આવેલી આ મસ્જીદ અને તેની સંસ્થાના તાર PFI તથા અન્ય પ્રતિબંધીત સંસ્થાઓ સાથે જોડાયેલા છે કે કેમ ? તે અંગેની તપાસ કરવામાં આવી રહીં છે.વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર એવા બાવામાનપુરામાં એકા એક પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાતા, લોકોમાં ચર્ચાનો વિષ્ય બન્યો છે. જોકે કોઇ અનઇચ્છનિય ઘટના ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે. મદ્રેશા ને સીલ કરવામાં આવ્યું છે. એકાએક વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત જોવા મળતા સ્થાનિકોમાં ઉત્તેજના વ્યાપી હતી. આ સ્થળેથી ATS ની ટીમ ચાર મોલવીની અટકાયત કરી હાલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે વધુ પૂછતાછ માટે લાવવામાં આવ્યા છે .

મદ્રેસામાંથી કોઈ વાંધાજનક દસ્તાવેજ મળ્યા નથી: વડોદરા ક્રાઈમ બ્રાન્ચના એસીપી એચ એ રાઠોડ દ્રારા કહેવામા આવ્યુ છે કે, 'ગેરકાયદેસર પ્રવુતિઓ મુજબ ભારત સરકારે PFI પર પ્રતિબંધ લગાવ્યો છે, જે મુજબ ગુજરાત સરકારે પણ PFI અને તેની સાથે સંકળાયેલ સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલ ની બે વખત પાણીગેટના બાવામાનપૂરા ની આઇશા મસ્જિદ ની બાજુમાં આવેલ મદ્રેસામાં બેઠક મળી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ મદ્રેસા માં તપાસ કરી હતી, પરંતુ તપાસ કરતા મદ્રેસામાંથી કોઈ વાંધાજનક દસ્તાવેજ મળ્યા નથી. અમે મદ્રેસા ના ટ્રસ્ટી અને ઇમામ ને પૂછપરછ માટે અહીંયા લાવ્યા છે. આ બંનેની અટકાયત નહિ કરાય, પૂછપરછ કર્યા બાદ છોડી મુકાશે. આ જગ્યાએ ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલની બેઠક મળી હતી, આથી મદ્રેસા સીલ કર્યું છે. ATS, SOG અને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમો આગળની કાર્યવાહી કરી રહી છે.'

Last Updated : Sep 29, 2022, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.