ETV Bharat / city

વડોદરાથી ગ્રાઉન્ડ રિપોર્ટ: વડોદરામાં ભારે પવન સાથે વરસાદનું આગમન - અરબ સાગર

તૌકતે વાવાઝોડાની શહેરમાં મોડી રાત અને આજે વહેલી સવારથી વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદે આગમન કર્યું હતું. તંત્ર વડોદરા શહેરમાં સજજ છે અને લઈને જો જોખકારી મકાનો પણ ખાલી કરવામાં આવ્યા છે અને કોવિડ હોસ્પિટલના દર્દીઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

તૌકતે વાવાઝોડાની અસર: વડોદરામાં ભારે પવન સાથે વરસાદનું આગમન

author img

By

Published : May 19, 2021, 8:32 AM IST

  • તંત્ર વડોદરા શહેરમાં સજજ છે
  • કોવિડ હોસ્પિટલના દર્દીઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
  • વડોદરા શહેરમાં પણ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના

વડોદરા: તૌકતે વાવાઝોડાની શહેરમાં મોડી રાત અને આજે વહેલી સવારથી વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદે આગમન કર્યું હતું. તંત્ર વડોદરા શહેરમાં સજજ છે અને લઈને જો જોખકારી મકાનો પણ ખાલી કરવામાં આવ્યા છે અને કોવિડ હોસ્પિટલના દર્દીઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં પણ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની છે. ગોત્રી કોવિડ હોસ્પિટલ ખાતે કાચ નીચે પડતા નર્સ ને ઇજા થઇ હતી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સવારથી વડોદરા-શહેર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદથી વડોદરા શહેરમાં ઠંડક પ્રસરી હતી.

તૌકતે વાવાઝોડાને લઈ વડોદરામાં ભારે પવન સાથે ઝરમર વરસાદ શરુ

એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે અને બીજી બાજુ આ વાવાઝોડું આફતના કારણે નાગરીકોમાં એક બાજુ ડર પણ હતો. તૌકતે વાવાઝોડા અરબી સમુદ્રમાં રુદ્ર તાંડવ કરી રહ્યું છે પરંતુ તેજ ગતિએ ગુજરાતના દીવ તરફ ના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા આ તૌકતે વાવાઝોડા ની કારણે ગુજરાતના કાંઠા વિસ્તારોમાં પવનની ગતિ વધી રહી છે. આજે વહેલી સવારથી શહેર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ ઝરમર વરસાદની સાથે સામાન્ય દિવસો કરતા તેજ ગતિથી પવન ફૂંકાઇ રહ્યો છે. શહેર તાલુકામાં પ્રતિ કલાક 60 થી ઓછી ગતિથી પવન ફુંકાઈ રહ્યા ના ખબર મળ્યા હતા.

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાના પગલે લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા

શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

ભારે પવનના કારણે શહેરમાં અને જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા છે. વાવાઝોડાના કારણે વડોદરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વાવાઝોડાને લઈને વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પાર્કમાં વૃક્ષ ધરાશાયી થઇ જતાં મકાન પર પડતા મકાનના માલસામાનને નુકસાન થયું હતું કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પથ્થરગેટ ખાતે આવેલા વર્ષો જૂનું મકાન ધરાશાયી થઈ ગયું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. વાવાઝોડાના કારણે જાંબુઆ ખાતે વાહન ચાલક પિતા-પુત્રને હોડીગ્સ પડી જતા ઇજા પહોંચી હતી.

વડોદરાથી ગ્રાઉન્ડ રિપોર્ટ: વડોદરામાં ભારે પવન સાથે વરસાદનું આગમન

આ પણ વાંચો: વડોદરા તૌકતે વાવાઝોડાની અસર: પાણીનો જગ લેવા નીકળેલા પિતા-પુત્ર ઉપર પડ્યું હોર્ડિંગ

ઇજાગ્રસ્ત નર્સને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી

ગોત્રી હોસ્પિટલ ખાતે કાચ નીચે પડતા નીચેથી પસાર થતી નર્સને કાચથી ઇજા થતાં ઇજાગ્રસ્ત નર્સને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અટલાદરા સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ વાવાઝોડાના કારણે ત્યાં 145થી વધુ દર્દીઓને સમરખા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા પણ નાગરિકોને કામ વગર ઘરની બહાર નહિ નીકળવાની જણાવ્યું હતું. તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર ઓપન જાહેર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પણ વાવાઝોડાને લઈને તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. તૌકતે વાવાઝોડા વડોદરા શહેરમાં જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતો એક તબક્કે ગરમીમાં ઠંડકનો અહેસાસ સંત શહેરીજનોને થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.