ETV Bharat / city

વડોદરામાં આર.એસ.પી.ના કાર્યકતાઓનું મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન

author img

By

Published : Dec 31, 2020, 1:00 PM IST

Updated : Dec 31, 2020, 2:24 PM IST

વડોદરા પાલિકાની હદમાં સમાવેશ થયેલા કેટલાક વિસ્તારમાં સરકારના નોટીફીકેશન વગર વેરા ઉઘરાવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આર એસ પી કાર્યકર્તાઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર થકી રજૂઆત કરી હતી.

xz
xz
  • સરકારના નોટિફિકેશન વગર વેરા ઉઘરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ
  • ગોરવા પંચવટીથી કરોડીયા જતા વચ્ચે સોસાયટીની સમસ્યા

    વડોદરાઃ વડોદરા પાલિકાની હદમાં સમાવેશ થયેલા કેટલાક વિસ્તારમાં સરકારના નોટીફીકેશન વગર વેરા ઉઘરાવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આર એસ પી કાર્યકર્તાઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર થકી રજૂઆત કરી હતી.

    પાણી ગટર સ્ટ્રીટ લાઈટ અને સફાઈની સુવિધા આપવામાં આવી નથી

    આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ગોરવા પંચવટીથી કરોડીયા જતા વચ્ચેની સોસાયટીઓમાં કોર્પોરેશન દ્વારા 2 વર્ષના વેરા ઉઘરાવામાં આવ્યા છે અને રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, સફાઈ જેવી કોઈજ સુવિધા આપવામાં આવી નથી. રાજ્ય સરકારના નોટીફીકેશન વગર કોર્પોરેશન દ્વારા કોઈજ સુવિધા આપ્યા વિના વેરાની બજવણી અને ઉઘરાણી કોના ઈશારે કરવામાં આવી છે તે દિશામાં તપાસ કરવામાં આવે અને હજારો ઘરોમાંથી ઉઘરાવેલા પૈસા તાત્કાલિક પાછા આપવામાં આવે અથવા રાજ્ય સરકારની નોટીફીકેશન બાદ મિલક્ત વેરાના બીલ આપવામાં આવશે, તેના બે વર્ષના બીલ માફ કરવામાં આવે. આ ઉપરાંત કોર્પોરેશનની હદમાં નવા 7 ગામોમાં કરોડિયાનો પણ સમાવેશ થાય છે.
    વડોદરામાં આર.એસ.પી.ના કાર્યકતાઓનું મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન

પ્રાથમિક સુવિધાનો અભાવ

આ વિસ્તારમાં રોડ, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ, સફાઈ જેવી કોઈજ સુવિધા આપવામાં આવી નથી અને સ્થાનિકો સ્વખર્ચે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરે છે તો કોર્પોરેશન દ્વારા કયા આધાર પર બે વર્ષના વેરા ઉઘરાવામાં આવ્યા ? જ્યાં સુધી તમામ સુવિધા કોર્પોરેશન દ્વારા નહિ આપવામાં આવે ત્યાં સુધી કોઈ જ વેરા ભરવામાં નહિ આવે. જેથી વહેલી તકે કોર્પોરેશનને લગતી તમામ સુવિધા નવા વિસ્તારમાં આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.

Last Updated : Dec 31, 2020, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.