ETV Bharat / city

વડોદરામાં બગલામુખી મંદિરમાં પાખંડી પ્રશાંત સામે વધુ એક દુષ્કર્મની ફરિયાદ - બગલામુખી મંદિર

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા બગલામુખી મંદિર ખાતે સત્સંગના બહાને લોકોને ઠગતા અને મહિલા તેમજ સગીરાઓને પોતાની હવસનો ભોગ બનાવતા પ્રશાંત સામે વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે.

baglamukhi case
baglamukhi case
author img

By

Published : Oct 31, 2020, 6:55 PM IST

Updated : Oct 31, 2020, 8:14 PM IST

  • બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત વિરુદ્ધ વધુ 1 દુષ્કર્મની ફરિયાદ
  • ધોરણ 10ની સગીરા પર આચર્યું દુષ્કર્મ
  • નશાયુક્ત ગોળી આપી દુષ્કર્મનો વીડિયો બનાવ્યો

વડોદરા : પ્રશાંત સામે સગીરાને પગ દબાવવાના બહાને બેડરૂમમાં બોલાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરી હોવાની ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે, પાંખઢી પ્રશાંત સામે આ અગાઉ વારસિયા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી, જે કારણે પ્રશાંત હાલ જેલમાં છે. જો કે, હવે તેની સામે વધુ એક ગુનો નોંધાતા પોલીસ ટ્રાન્સફર વોરન્ટથી પ્રશાંતનો જેલમાંથી કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરશે.

ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા પર પ્રશાંતે આચર્યું દુષ્કર્મ

પાખંડી પ્રશાંત ઉપાધ્યાયનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને વેકેશન દરમિયાન પોતાના આશ્રમમાં સેવા માટે રાખી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, બગલામુખી મંદિરનો કહેવાતો ગુરુ પ્રશાંતે સગીરાને નશાયુક્ત ગોળી ખવડાવી દુષ્કર્મ આચરી વીડિયો શુટિંગ કર્યું હતું. જે બાદ તેને ધાક ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું.

બગલામુખી મંદિરમાં પાપલીલા કરનારા પ્રશાંત સામે વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું

પાખંડી પ્રશાંતે તેની સાથે વારંવાર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. આખરે ત્રસ્ત સગીરાએ પાખંડી પ્રશાંત ઉપાધ્યાય તથા તેની અંગત સેવિકા દિશા સચદેવા, દિક્ષા જસવાની અને ઉન્નતી જોષી વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પાખંડી પ્રશાંતનો વર્ષ 2015માં ભોગ બનેલી સગીરાએ તાજેતરમાં ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે તેના તથા તેના સેવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સગીરા વેકેશન દરમિયાન પાખંડી પ્રશાંતના આશ્રમમાં સેવા કરવા માટે જોડાઇ હતી.

કેફી દ્વવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું

જે દરમિયાન પાખંડી પ્રશાંતે તેને સેવા કરવા માટે પોતાના બેડરૂમમાં બોલાવીને તેને કેફી દ્વવ્ય પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગુરુના આશિર્વાદ મેળવવા સેવા જરૂરી છે, તેમ કહી વારંવાર સગીરા સાથે દુષ્કર્મ આચરનારા પ્રશાંત સામે આખરે સગીરાએ પોલીસ ફરિયાદ કરતા પાખંડી પ્રશાંતની વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ અગાઉ પણ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઇ ચુક્યા છે. પાખંડી પ્રશાંત ઉપાધ્યાય હાલ જેલવાસ ભોગવી રહ્યો છે.

2 માર્ચ, 2020 - વડોદરાઃ 10 લાખની ઠગાઇની ફરિયાદ સામે પાખંડી પ્રશાંતની પોલીસે કરી ધરપકડ

વડોદરામાં બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના પાખંડી ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્ધ 10.91 લાખની ઠગાઇની વધુ એક ફરિયાદ નોંધાતા ગોત્રી પોલીસે પાખંડીની ધરપકડ કરી છે.

22 ફેબ્રુઆરી, 2020 - વડોદરા પાખંડી ધર્મ ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયની સામે વધુ એક પોલીસ ફરિયાદ

વડોદરામાં બહુચર્ચિત એવા બગલામુખી મંદિરના કથિત ગુરૂનું વધુ પાખંડ સામે આવ્યું છે. તેમની વિરુદ્ધ અપહરણ અને ફરિયાદીને ડરાવવા અંગેની ફરિયાદ નોંધાઈ છે. સાથે તેના કડક કાર્યવાહી કરવાની લોકમાગ પ્રબળ બની છે.

Last Updated : Oct 31, 2020, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.