ETV Bharat / city

“હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષતામાં યોજાઇ મહત્વની બેઠક - ઉદ્યોગ અને વેપારી ગૃહો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં 13થી 15મી ઓગષ્ટ 2022ના રોજ “હર ઘર તિરંગા” કાર્યક્રમની(Har Ghar Tiranga Campaign) ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કમિશનરની(Vadodara Municipal Commissioner) ઉપસ્થિતિમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે તેની રૂપરેખા અંગે ચર્ચા કરવા આવી હતી. કોર્પોરેશન દ્વારા વધુમાં વધુ લોકો આ અભિયાનમાં જોડાય તેવુ આયોજન કરવાની ચર્ચા થઇ હતી.

Etv Bharat“હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષતામાં યોજાઇ મહત્વની બેઠક

author img

By

Published : Aug 3, 2022, 8:16 PM IST

વડોદરા: 13થી 15મી ઓગષ્ટ 2022 દરમિયાન યોજાનાર “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણી અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કમિશનરની(Vadodara Municipal Commissioner) ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. હર ઘર તિરંગા” કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના આગોતરા આયોજનના ભાગરૂપે વડોદરા જિલ્લામાં યોજનાર “હર ઘર તિરંગા” કાર્યક્રમના(Har Ghar Tiranga Campaign ) આયોજન અને તેના અમલીકરણ સંદર્ભે રૂપરેખા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

વડોદરા મ્યુનિસિપલ કમિશનરે અમલીકરણ સંદર્ભે રૂપરેખા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચો: Har Ghar Tiranga Campaign: ખાનગી શાળામાં બાળકોને રાષ્ટ્રભક્તિ ઉજાગર કરવા, હર ગાલ પર તિરંગા

જિલ્લાના તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ આદરપૂર્વક ફરકાવામાં આવશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં આ કાર્યક્રમની ઉજવણી થઇ રહી છે, ત્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સુચારુ રૂપથી પાર પાડવા માટે બેઠકનું આયોજન કર્યુ હતુ. જેમાં આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ઘરો, દુકાનો, શાળાઓ, આંગણવાડીઓ, સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, બસ સ્ટેશન, ઉદ્યોગ અને વેપારી ગૃહો(Industry and business houses) વગેરે જેવા તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ આદરપૂર્વક ફરકાવવામાં આવશે.

બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે કાર્યક્રમને સફળ કરવા જણાવ્યું હતું - જિલ્લાના તમામ શહેરીજનો-ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, સ્વ સહાય જૂથો, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, ગ્રામ સંગઠનો વગેરેને ઉક્ત કાર્યક્રમમાં સહભાગી થવાનો જાહેર અનુરોધ કર્યો હતો, તેમજ તમામ એસોસિએશન સાથે મળીને આ કાર્યક્રમને સફળ રીતે પાર પાડવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: Har Ghar Tiranga : પોસ્ટ ઓફિસવાળા આપવા આવશે ઘરે જાણો કેવી રીતે

કોર્પોરેશન દ્વારા વધુમાં વધુ લોકો આ અભિયાનમાં જોડાય તેવુ આયોજન - આ કાર્યક્રમ અંતર્ગત કોર્પોરેશન તેમજ તમામ સરકારી ઓફીસ પર તિરંગા ફરકાવવામાં આવશે. બેકરી એસોસિએશન તેમની મીઠાઇમાં તિરંગા થીમ(Themes For Har Ghar TIranga Campaign) રાખશે. વળી પેટ્રોલ એસોસિએશન અને વેપારી દ્વારા આપવામાં આવતા બિલમાં સિક્કો “હર ઘર તિરંગા” અભિયાન સાથે લગાવવામાં આવશે. હોટલમાં પણ તિરંગા થીમ રાખીને ઉજવણી કરાશે. હોસ્પિટલના બિલમાં પણ “હર ઘર તિરંગા” અભિયાનનો લોગો લગાવવામાં આવશે. સોશ્યલ મિડીયા ઉપર વડોદરા કોર્પોરેશન તરફથી “હર ઘર તિરંગા” અભિયાન ઝુંબેશ ચલાવવામાં આવશે. વધુમાં વધુ લોકો આ અભિયાનમાં જોડાય તેવુ આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.