- કામદાર સંગઠન તથા કામદાર અગ્રણીઓને શ્રમ કચેરી દ્વારા થતી હેરાનગતિ અંગે રજુઆત કરાઈ
- નાયબ શ્રમ આયુક્તની કચેરી ખાતે ડેપ્યુટી લેબર કમિશ્નરને કરાઈ રજુઆત
- કામદાર અગ્રણીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો
વડોદરાઃ શહેરમાં નાયબ શ્રમ આયુક્તની કચેરી ખાતે કામદાર સંગઠન તથા કામદાર અગ્રણીઓને શ્રમ કચેરી દ્વારા થતી હેરાનગતિ અંગે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. કર્મચારીઓના આગેવાન નઇમ શેખ, સંજય બિનિવાલે, મનોજ પંડિત, તપન દાસગુપ્તા તેમજ સંતોષ પવાર સહીત અગ્રણીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરી નાયબ શ્રમ આયુક્તની કચેરી ખાતે ડેપ્યુટી લેબર કમિશ્નર એ. એન. ડોડીયાને રજુઆત કરી હતી.
આગામી દિવસોમાં આ અંગે કોર્ટમાં પિટિશન દાખલ કરાશે
કામદાર અગ્રણી નઇમ શેખે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી શ્રમ આયુક્ત કચેરીનું વલણ કંપની તરફી છે અને તે વલણ કામદારો તરફી હોવું જોઈએ, કચેરી તરફથી ખોટી રીતે યુનિયનોને દસ્તાવેજો માંગી હેરાન કરવામાં આવી રહ્યા છે, તેનો અમે વિરોધ કરીએ છીએ અને આગામી દિવસોમાં આ અંગે કોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.