- લવ જેહાદના કેસ સામે થયેલી FIR રદ કરવા હાઈકોર્ટમાં અરજી
- અગાવું પત્નીએ પતિ સામે લવ જેહાદના કેસ અંતર્ગત ગુનો નોંધાવ્યો હતો
- હવે સોગંદનામા રજૂઆત કરી એફઆઇઆર રદ કરવા કોર્ટ સમક્ષ અરજી
વડોદરા: જિલ્લામાં રહેતી એક યુવતી એ 17 જૂને ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ તેની ઓળખાણ મુસ્લિમ તરીકે છુપાવી તેની સાથે સોશિયલ મીડિયા ઉપર મૈત્રી બાંધી હતી. પહેલા મિત્ર તરીકે તેની સાથે સંબંધ જોડી ત્યારબાદ લગ્ન કર્યા હતા. તેણે FIRમાં નોંધાવ્યું છે કે ગુજરાત ફ્રીડમ ઓફ રીલીજીયન એમન્ડમેન્ટ એકટ અંતર્ગત તેના પતિ, તેમના માતા-પિતા, કાઝી સહિત અન્ય બે સાક્ષીઓની નોંધણી કરવામાં આવી છે. વધુમાં તેણે લગ્ન બાદ ફરજીયાત ધર્મપરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યા હોવા અંગે પણ આક્ષેપ કર્યો હતો. તેણીએ એમ ના કરતાં પતિ દ્વારા તેની ઉપર ઘરેલુ હિંસા અને બળાત્કાર કરવામાં આવ્યો હતો તેવો પણ આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો: World Elephant Day: બોલીવુડ અને હાથી
વડોદરા કોર્ટે જામીન માટે અરજી ફગાવી
જોકે FIR ના બે અઠવાડિયા બાદ જ યુવતીએ વડોદરાની કોર્ટમાં પતિના જામીન માટે સોગંદનામુ કર્યું હતું. જોકે FIRમાં લગાવવામાં આવેલા ચાર્જીસ ને જોતા વડોદરા કોર્ટે જામીન માટે નામંજૂરી આપી હતી. આ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં ટૂંક સમયમાં સુનાવણી હાથ ધરાય તેવી શક્યતાઓ છે. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત ફ્રીડમ ઓફ રીલીજીયન અમેન્ડમેન્ટ એકટ જે સામાન્ય રીતે લવ જેહાદના કાયદા તરીકે ઓળખાય છે તે અંતર્ગત 17 જૂને નોંધાયેલો આ પ્રથમ કેસ છે.
આ પણ વાંચો: ટ્વિટરે નિયમોના ઉલ્લંઘન બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત 5 વરિષ્ઠ નેતાઓનું ટ્વિટર એકાઉન્ટ લોક કર્યું