ETV Bharat / city

દેથાણ દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યાં અલ્પેશ ઠાકોર - Dethan rape case

વડોદરામાં સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા પર રાજનીતિ શરૂ થઈ છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે મહિલાના પરિવારજનોની મુલાકાત કરીને મોટું નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં નિર્ભયાકાંડ થયો છે. હસતા પરિવારને હવસખોરોએ ખેદાન મેદાન કર્યો છે આ અંગે અમે સમગ્ર ગુજરાતમાં આવેદન આપીશું. આ ઘટના બાદ એકપણ રાજનેતા જોવા નથી આવ્યો. સ્થાનિક ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોવા નથી આવ્યાં. પીડિતાના પરિવારને ન્યાય અપાવવા ભાજપીય નેતા અલ્પેશ ઠાકોર મેદાનમાં આવ્યાં છે.

દેથાણ દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યાં અલ્પેશ ઠાકોર

author img

By

Published : Aug 20, 2021, 7:43 PM IST

  • વડોદરાના દેથાણમાં દુષ્કર્મ પીડિતના પરિવારની મુલાકાતે અલ્પેશ ઠાકોર
  • અલ્પેશ ઠાકોરે કહ્યું, મા-બેનની આબરૂ લૂંટાતી હોય તો ચૂપ નહીં બેસું
  • આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની માગણી કરી

વડોદરાઃ વડોદરાની દુષ્કર્મ પીડિતાને ન્યાય અપાવવાના મામલે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, આ બનાવને સખત શબ્દોમાં હું વખોડું છું અને સાથે સરકારને વિનંતી અને ચેતવણી સાથે કહું છું કે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. આ કેસના તમામ દોષીઓને ફાંસીની સજા કરવામાં આવે. નરાધમોએ એક હસતા-ખેલતા પરિવારની દીકરી અને 3 સંતાનોની માતા સાથે દુષ્કર્મ કરીને પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે. ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. એવા લોકોને ફાંસી થવી જ જોઇએ એવી માગણી કરું છું અને આખા ગુજરાતમાં આવનારા સમયમાં આવેદનો પણ આપીશું. મારાથી તો આવી નમાલી રાજનીતિ નહીં થાય, મા-બેનની આબરૂ લૂંટાતી હોય, તેમની નિર્મમ હત્યાઓ થતી હોય અને હું ચૂપ બેસું એ મારો સ્વભાવ નથી.

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે મહિલાના પરિવારજનોની મુલાકાત કરીને મોટું નિવેદન આપ્યું

પીડિતાની 6 નરાધમોએ દુષ્કર્મ બાદ હત્યા કરી
પાદરા તાલુકાની પરિણીતાને પતિ સાથે અણબનાવ બનતા 17 વર્ષથી પોતાના બે સંતાનો સાથે રહેતી હતી અને ખેતમજૂરી કરીને પોતાનું તથા પોતાના સંતાનોનું ગુજરાન ચલાવતી હતી. 16 ઓગસ્ટની સાંજે રાબેતા મુજબ તે ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગઇ હતી. તે સમયે 6 હવસખોરો ધસી આવ્યાં હતાં અને મહિલાની એકલતાનો લાભ લઇ તેના ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. વડોદરાના દેથાણ ગામમાં ઘાસ કાપવા ગયેલી મહિલા પર 6 નરાધમોએ દુષ્કર્મ આચર્યુ અને હત્યા કરીને લાશ ખેતરમાં જ ફેંકી દીધી હતી. સામૂહિક દુષ્કર્મ આચરી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારનાર 6 નરાધમોની જિલ્લા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા ઉપર દુષ્કર્મ આચરનાર આરોપી
દિલીપ શ્રીમુખલાલ ચૌધરી (મુનિમ) (રહે. લેધુકા, જિ. પલામુ, ઝારખંડ), જગ્ગુપ્રસાદ સુભાષચંદ પંડુ (રહે. જરહા, જિ. સોનભદ્ર, યુ.પી.), પ્રમોદ રામચરણ પંડુ (રહે. જરહા, જિ. મિરજાપુર, યુ.પી.), રામસુરત સુભાષચંદ પંડુ (રહે., જરહા, જિ. સોનભદ્ર, યુ.પી.) અને અર્જુન લાલચંડ પંડોર (રહે. બડાડુ, જિ. સોનભદ્ર, યુ.પી.)

આ પણ વાંચોઃ ડીસામાં અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં ઠાકોર સમાજની બેઠક યોજાઇ

આ પણ વાંચોઃ કરજણમાં 2 સંતાનોની માતા સાથે બર્બરતા પૂર્વક સામુહિક દુષ્કર્મ કરી હત્યા, પોલીસે કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.