ETV Bharat / city

મધરાત્રે દારૂના નશામાં કાર ચાલકે પોલીસના વાહનોને લીધા અડફેટે - વડોદરામાં અક્સમાત કેસ

વડોદરામાં મધરાત્રે દારૂના નશામાં ધૂત કાર ચાલકે પોલીસ મથકના (Alcohol Case in Vadodara) વાહનોને અડફેટમાં લીધા છે. દારૂના નશામાં બેહોશ થતાં પોલીસના (Crime Case in Vadodara) વાહનો સહિત અન્ય વાહનો અડફેટે લેતા પોલીસે ફરિયાદ નોંધી છે. પરંતુ સવાલ એ થાય છે કે પોલીસ હોવા છતાં વિસ્તારમાં દારૂ કેવી રીતે મળે છે ?

મધરાત્રે દારૂના નશામાં કાર ચાલકે પોલીસના વાહનોને લીધા અડફેટે

author img

By

Published : Jul 9, 2022, 2:22 PM IST

વડોદરા : સયાજીગંજ સ્ટેશન વિસ્તારમાં મધરાત્રે દારૂના નશામાં કાર લઇને નીકળેલા નબીરાએ (Alcohol case in Vadodara) સયાજીગંજ પોલીસ મથકની બહાર ઊભેલી શી ટીમની PCR વાનમાં સાથે અકસ્માત સર્જ્યો હતો. PCR વાનની આગળના ભાગે પાર્ક થયેલી પોલીસ વાન અને પોલીસ જવાનોની ત્રણ જેટલી મોટર સાઇકલને ભટકાઇ હતી. દારૂના નશામાં કાર ચલાવીને પાંચ વાહનોને ભારે નુકશાન પહોંચાડનાર (Crime case in Vadodara) કાર ચાલકની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

કાર ચાલક
કાર ચાલક

દારૂના નશામાં અકસ્માત સર્જાયો - સયાજીગંજ પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI જયંતીભાઈએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે મોડી રાત્રે 2.45 કલાકે દિવાળીપુરા વિસ્તારમાં રહેતો બ્રિજેશ જયંતિ પરમાર ટોયોટા ઇટીઓસ કાર લઈને સયાજીગંજ પોલીસ તરફના રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. બેફામ કાર ચલાવીને નીકળેલા નબીરાએ પોલીસ સ્ટેશન પાસે ઉભેલી શી ટીમની જીપ તેમજ એક પોલીસ મીની બસને અડફેટે લઈને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત પોલીસ વાનની આગળ ઉભેલી ત્રણ જેટલી મોટર સાઇકલોને પણ નુકસાન પહોંચ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે, ટોયોટા કારનો ચાલક બ્રિજેશ પરમાર ચિક્કાર દારુના નશાની હાલતમાં ધુત થઈને કાર ચલાવતો હતો. પોલીસે નશામાં ધૂત નબીરા બ્રિજેશની ધરપકડ કરી કાર મોબાઈલ ફોન મળીને 3.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો : અરે ગાંવ વાલો... યુવકે કરી શોલે વાળી, ટલ્લી થઇને પાણીની ટાંકી પર ચઢી ગયો, જાણો પછી થયું શું?

શહેરમાં દારૂ વેચાતો હોવાનું પુરવાર થયું - પોલીસના વાહનોને અકસ્માત સર્જનાર (collision with police vehicles) કાર ચાલક બ્રિજેશ પરમારને કારમાંથી ઉતાર્યો ત્યારે, તેની આંખો લાલઘૂમ હતી. લથ્થડીયા ખાતો હતો સાથે બોલવામાં પણ તેની જીભ તોતડાવી હતી. નશામાં કાર લઇને નીકળેલા બ્રિજેશની તરત જ ધરપકડ કરી લેવામાં આવી હતી. તેનું મોંઢુ બ્રેઇથ એનેલાઇઝરથી તપાસ કરવામાં આવતા તેણે દારૂનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે રાત્રે જ પંચનામા સહિતની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને બ્લડ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. મધરાત્રે બનેલા આ બનાવે શહેર પોલીસ તંત્રમાં ચકચાર જગાવી મુકી હતી.

આ પણ વાંચો : Alcohol seized in Vadodara: દિવા તળે અંધારું, પોલીસ સ્ટેશનની હદમાં જ...

નશામાં ધૂત નબીરાના કારણે નિર્દોષ ભોગ બને છે - મધ્યરાત્રીએ શહેરને પોતાના પિતાની જાગીર સમજીને શરાબના નશામાં ધુત્ત થયેલા કેટલાક ખાનદાની નબીરાઓ શહેરના રાજમાર્ગો પર કરતબો કરતા હોય છે. જ્યારે આવા નબીરાઓ અનેક વાર કેટલાક માસૂમ રાહદારીઓ અને ફૂટપાથ પર સુતા શ્રમજીવીઓને અડફેટે લેતા હોય છે. કેટલાક કિસ્સામાં રાહદારીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે. શરાબના નશામાં ધુત આવા (Accident with police vehicle in Vadodara) નબીરાઓ કોઈ પણ ડર વિના શહેરના માર્ગોને રેસિંગ ટ્રેક સમજીને વાહનો ચલાવે અને અકસ્માત સર્જી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.