વડોદરાઃ વડોદરા શહેર નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર ટ્રકની અડફેટે બાઇકસવાર પિતાપુત્રના સ્થળ પર કમકમાટીભર્યાં મોત (Gujarat Truck Accident 2022) નીપજ્યાં હતાં. ટ્રકના ટાયર ફરી વળતાં 16 વર્ષના પુત્રના કમરથી બંને પગ કપાઇ ગયા હતાં અને પિતાનું માથું છુંદાઈ (Latest Accidents News) ગયું હતું. પિતાપુત્ર બંને વાસદ તરફ જઇ રહ્યા હતાં. રાયકા ગામના રહેવાસી પિતા-પુત્રનાં એકસાથે અકસ્માતમાં મોત (Accidental Death in Vadodara) થતાં ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. અકસ્માત મોતને લઇ પોલીસે ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
નંદેશરી-ફાજલપુર રોડ પર થયો અકસ્માત
વડોદરા ગ્રામ્યના રાયકા ગામમાં રગડી તળાવ પાસે રહેતા નરેન્દ્રભાઇ અને તેમનો પુત્ર અરુણ એકસાથે બાઇક પર પોતાના ગામથી વાસદ જવા માટે નીકળ્યા હતાં. દરમિયાન નંદેશરી-ફાજલપુર રોડ પર નવા બનતા બ્રિજ પાસે પિતાપુત્ર સવાર બાઇકને પુરપાટ પસાર થઇ રહેલી ટ્રકે અડફેટે લેતાં તેઓ રોડ પર ફંગોળાઇ (Accidental Death in Vadodara) ગયાં હતાં. એમાં 16 વર્ષના અરુણના કમરથી નીચેના ભાગે ટ્રકનાં તોતિંગ વ્હીલ ફરી વળતાં કમરથી નીચેનો ભાગ છૂટો (Latest Accidents News)પડી ગયો હતો.
આ પણ વાંચોઃ Accident in Ahmedabad: અમદાવાદના હાટકેશ્વર શાક માર્કેટ પાસે મહિલા પર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે મોત
વાહનવ્યવહારને પણ અસર પડી
બનાવની જાણ પરિવારને થતાં તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને થતાં સ્થળ પર આવી પહોંચી હતી. નંદેશરી પોલીસને જાણ થતાં પીએસઆઇ સ્ટાફ સાથે દોડી આવ્યા હતાં અને પિતાપુત્રના મૃતદેહો (Accidental Death in Vadodara) કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતાં. રાયકા ગામમાં મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રુદને ગામમાં સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવને પગલે હાઇવે પરના વાહનવ્યવહારને પણ અસર પડી હતી.
આ પણ વાંચોઃ Accident In Banaskatha: થરાદ ધાનેરા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, પાંચના ઘટનાસ્થળે જ મોત અને 3 ઇજાગ્રસ્ત
ટ્રક ડ્રાયવર ફરાર
આ બનાવ (Accidental Death in Vadodara) બનતાં ટ્રકચાલક પોતાની ટ્રક સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે સ્થળ પર પડેલી ટ્રક (Gujarat Truck Accident 2022) કબજે કરી હતી. એ સાથે નંદેશરી પોલીસે મૃતક નરેન્દ્રભાઇ ઉર્ફે લાલો સિંધાના પિતા રમણભાઇ ભીખાભાઇ સિંધાની ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો (Latest Accidents News) દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.