ETV Bharat / city

Rape case: વડોદરામાં મોડેલ બનાવવાની લાલચ આપી યુવતી પર હોટલમાં દુષ્કર્મ - BARODA DAILY LOCAL NEWS

દિલ્હીની યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, જાન્યુઆરી વર્ષ 2020માં મારા ફેસબુક એકાઉન્ટ પર અશીકા ત્રિપાઠીએ ફેસબુક રીકવેસ્ટ મોકલી હતી અને ત્યાર બાદ મેસેજ કર્યો હતો કે કે તમને હેપ્પી મોડેલિંગમાં રૂચિ ધરાવો છો ખરા. ત્યારબાદ પીડિતા એ તેમને હામાં જવાબ આપ્યો હતો. ત્યારબાદ તેમણે ધર્માં ફિલ્મ પ્રોડકશનના કાસ્ટિંગ ડાયરેક્ટરની ઓળખાણ આપી હતી.

Rape case
Rape case
author img

By

Published : Jul 3, 2021, 3:59 PM IST

  • મોડેલ બનાવવાની લાલચ આપી યુવતી પર હોટલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યુ
  • UPથી રજનીશ મિશ્રા અલગ-અલગ યુવતીના નામે ફેસબુક એકાઉન્ટ ખોલતો હતો
  • યુવતીના ન્યૂડ ફોટા પાડી 50 હજારની ખડંણી માગતો હતો

વડોદરા: મોડેલ બનવવાની લાલચ આપી યુવતી પર વડોદરાની હોટેલમાં દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટના અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તરપ્રદેશ ખેરવાડી જેતપુરના રહેવાસી રજનીશ મિશ્રાએ ફેસબુક ઉપર અલગ-અલગ યુવતીના નામે એકાઉન્ટ ખોલી ફિલ્મમાં એક્ટિંગ અને મોડેલિંગના બહાને દિલ્હીની યુવતીને વડોદરા દાંડિયા બજારની રાજધાની હોટલમાં બોલાવી બિભત્સ ફોટા પાડી દુષ્કર્મ ગુજારી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી તેમજ રૂપિયા 50,000ની ખંડણી માગવાનો કિસ્સો બહાર આવ્યો છે જે અંગે દિલ્હીની યુવતીએ ફરિયાદ નોંધાવી છે.

પોર્ટફોલિયો તૈયાર કરવા રૂપિયા 15,000ની માંગણી

પીડિતાએ પોલીસના આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે તેમને આશીકા ત્રિપાઠી નામથી ફેસબુક રીકવેસ્ટ આવી હતી અને ત્યાર બાદ તેમને મોડલિંગની રૂચી વિશે પુછ્યું હતું. પીડિતાને પહેલેથી જ આ બાબતે રસી હોવાથી તેણે વાત આગળ વધારી હતી. આશિકાએ ધર્માં ફિલ્મ પ્રોડકશનના કાસ્ટિંગ ડાયરેક્ટરની ઓળખાણ આપી હતી. પીડિતીની સહમતી બાદ તેનો મોબાઇલ નંબર રાજ મિશ્રા નામના કોઈ વ્યક્તિને આપ્યો હતો. રાજ મિશ્રાએ પીડિતાને થોડા સમય પહેલા ફોન કરી જણાવ્યું હતું કે, જો તમને એક્ટિંગ અને મોડેલિંગમાં રસ હોય તો વડોદરા આવવું પડશે, પરંતુ તમારો પોર્ટફોલિયો તૈયાર કરવા રૂપિયા 15,000 આપવા પડશે.

એકાઉન્ટમાં રૂપિયા 13,000 જમા કરાવ્યા હતા

એકાઉન્ટમાં રૂપિયા 13,000 જમા કરાવ્યા હતા. ત્યારબાદ રાજ વર્માએ તારીખ 29 ફેબ્રૂઆરી 2020ના રોજ સવારે વડોદરાની એક હોટલમાં સવારે પહોંચી જવા જણાવ્યું હતુ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હોટલના મેનેજરને જઈને તમે મારૂં નામ આપજો અને તેઓ તમને જે રૂમની ચાવી આપે ત્યાં રોકાજો ત્યારબાદ તેઓ સવારે 9:30 વાગ્યે રૂમ પર આવ્યા હતા અને બીજા રૂપિયા 52,000ની માંગણી કરી હતી. તેમાંથી મે રૂપિયા 25,000 રાજ મિશ્રાને આપ્યા હતા.

આ પણ વાંચો: દમણ: 14 વર્ષની સગીરા સાથે થયું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, આરોપીની ધરપરડ

બિભત્સ ફોટા પાડવા પડશે તેમ જણાવતા તેનો વિરોધ કર્યો હતો

આ પૈસા આપ્યા બાદ તેમણે મોડેલિંગ માટે તમારા બિભત્સ ફોટા પાડવા પડશે તેમ જણાવતા મેં તેનો વિરોધ કર્યો હતો, પરંતુ અન્ય છોકરીઓના બિભત્સ ફોટા તેમણે બતાવ્યા હતા. જેથી તેને પણ બિભત્સ ફોટા પડાવ્યા હતા. ત્યારબાદ તેમણે જબરજસ્તીથી તેના શરીર સાથે છેડ-છાડ કરી દુષ્કર્મ આચર્યુ હતુ અને દુષ્કર્મ અંગે કોઈને જાણ કરીશ નહીં તેમજ મારા બાકી બીજા પૈસા એકાઉન્ટમાં જમા કરાવી દે છે તેમ કહી તેઓ નીકળી ગયા હતા.

રકમ નહીં આપે તો ફોટા વાયરલ કરવાની ધમકી

તારીખ 29 ફેબ્રૂઆરી 2020ના રોજ તેઓ હોટલમાં રાત્રી રોકાણ કર્યા બાદ બીજે દિવસે મારા પિતરાઈ ભાઈને ત્યાં ગઈ હતી અને ત્યારબાદ દિલ્હી જવા નીકળી ગઈ હતી. દિલ્હી ગયા બાદ પણ રાજ મિશ્રાએ તેનો પીછો છોડ્યો નહીં અને અવાર-નવાર આકાંક્ષા વર્મા અને હંસિકા ત્રિપાઠીએ ફોન કરી રૂપિયા 50,000ની માંગણી કરી હતી અને જો તે રકમ નહીં આપે તો તારા બિભત્સ ફોટા વાયરલ કરી દઈશું તેવી ધમકી આપતા રહ્યા હતા.

આ પણ વાંચો: Rape of Woman: મહેસાણામાં રાજસ્થાની યુવતીને કામની લાલચે 14 દિવસ ગોંધી રખાઈ, એક શખ્સે યુવતી સાથે કર્યું દુષ્કર્મ

કંટાળીને દિલ્હીની યુવતીએ દિલ્હી સાઇબર ક્રાઈમ સેલ ફરિયાદ કરી

આખરે કંટાળીને દિલ્હીની યુવતીએ દિલ્હી સાઇબર ક્રાઈમ સેલ ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તે ફરિયાદ વડોદરા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવતા દિલ્હીની યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી જેમાં આકાંક્ષા વર્મા, અંસિકા ત્રિપાઠી અને રાજ મિશ્રા એક જ વ્યક્તિ છે અને તેનું પુરૂનામ રજનીશ મિશ્રા ઉર્ફે રાજ મિશ્રા રહેવાસી જેતપુર ખેરવાડી ઉત્તરપ્રદેશનો હોવાનું જણાવ્યું છે.દિલ્હીની આ યુવતીની ફરિયાદના આધારે રાવપુરા પોલીસ એક્શનમાં આવી બહુ નામધારી અને બહુરૂપી રજનીશ મિશ્રાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.