ETV Bharat / city

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં મહિલા પર હુમલો, પોલીસે તપાસ હાથ ધરી - કારેલી બાગ પોલિસ સ્ટેશન

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા ફરીદા બેગમ પર માથાભારે વ્યક્તિએ તેમના ઘરમાં ઘુસીને હુમલો કર્યો હતો અને તેમને પગના ભાગમાં ઈજા પહોંચાડી હતી. આ અંગે ફરીદા બેગમે પોલીસમાં ફરીયાદ કરી હતી.

woman
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં મહિલા પર હુમલો, પોલીસે તપાસ હાથ ધરી
author img

By

Published : Apr 8, 2021, 6:09 PM IST

  • નાગરવાડામાં રહેતા ફરીદા બહેન પર હુમલો
  • ફરીદા બહેનના પગ પર પહોંચી ઈજા
  • પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા: શહેરના નાગરવાડા વિસ્તારમાં માથાભારે વ્યક્તિએ મહિલાના ઘરે પહોંચીને ઘરનું રિનોવેશન તથા નવી ગાડી કેમ વસાવી તેમ કહીને અઢી લાખની માગ કરી હતી હુમલાખોર વિરુદ્ધ કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : વડોદરામાં પ્રિય લક્ષ્મી અંડરપાસ ગરનાળુ 6 મહિના માટે બંધ કરાતા સ્થાનિકોએ કર્યો વિરોધ

ઘરમાં આવીને અઢી લાખની માંગણી કરી

વડોદરા શહેરના નાગરવાડા નવીધરતી ગોલવાડ નાકા પાસે રહેતી મહિલા ફરીદાબેન શાહીલિયાએ હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બુધવારે સાંજના સમયે બાબર પઠાણ ઘરમાં ધુસી આવ્યો હતો અને મોટા અવાજે ઘરનું રિનોવેશન કેમ કરાવ્યું નવી ગાડી કેમ લીધી તે અંગે મને પૂછવા લાગ્યો હતો, મને પોલીસ સ્ટેશનમાં ઘણો ખર્ચો થઈ ગયો છે, જેથી તાત્કાલિક અઢી લાખ રૂપિયા આપી દો, નહીં તો તને અને તારા દીકરાઓ માટે સારું નહીં થાય તેવી ધમકી આપી હતી.

આ પણ વાંચો : વડોદરા કોર્ટનું બોગસ આઈ કાર્ડ ધરાવતી ભેજાબાજ મહિલાની ધરપકડ કરાઈ

ફરીદા બહેન પર થયો હુમલો

આ દરમિયાન ઝપાઝપી થતાં બાબર પઠાણ તેનો ભાઈ મહેબુબ પઠાણ તથા તેનો મિત્ર રોશન અચાનક ધુસી આવ્યા હતા અને પાઇપ વડે પથ્થરો મારીને હુમલો કર્યો હતો. જેમાં ફરીદાબેનને પગમાં ઇજા પહોંચી હતી. અગાઉ પણ ત્રણેય શખસો મહિલાને અવારનવાર હેરાન કરતા હતા હુમલાખોર ત્રિપુટી પૈકી બે હુમલાખોરો તાજેતરમાં પાસામાંથી બહાર આવ્યા હતા. કારેલીબાગ પોલીસે ફરિયાદના આધારે માથાભારે હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.