- વડોદરામાં કોરોનાનો કહેરય યથાવત
- મેયર દ્વારા કોરોના પેટે નાગરિકોના રૂપિયાની ખોટી જાહેરાત કરવા મામલે સામાજિક કાર્યકરે વિરોધ કર્યો
- સામાજિક કાર્યકરે મેયર, ભાજપના તમામ કોર્પોરેટરોને આવેદન પત્ર પાઠવ્યું
વડોદરાઃ શહેર અને જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસોને લઈ તંત્ર ચિંતાતુર બન્યું છે.જોકે કોરોનાના કપરાકાળમાં અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. દર્દીઓ તેમજ તેમના પરિવારજનો માટે વિવિધ પ્રકારે સહાય કરવામાં આવી રહી છે. લોકોના વેરાના પૈસામાંથી કોર્પોરેટર અને મેયરને મળતા ફંડમાંથી રૂપિયા 2 કરોડની રકમ કોરોના મહામારીમાં દર્દીઓને મદદરૂપ થવા ફાળવી ખુશી વ્યક્ત કરતાં વિવાદ સર્જાયો હતો છે.
આ પણ વાંચોઃ વડોદરા મેયર અને કોર્પોરેટર પોતાના ગ્રાન્ટમાંથી 2 કરોડ રૂપિયાની રકમ કોરોના દર્દીને ફાળવશે
અનેક સંગઠનો, સામાજિક સંસ્થાઓએ સરકારી હોસ્પિટલને મદદ કરીઃ અતુલ ગામેચી
ETV Bharat સાથે વાતચીત કરતા સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, વડોદરામાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું સાથે સાથે અનેક સંગઠનો, સામાજિક કાર્યકરો તેમજ અનેક સંસ્થાઓ દ્વારા ઘણી ખરી મદદ સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી છે. લોકોના ઘરે જઈને મદદ કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યના મુખ્યપ્રધાન કહી રહ્યા છે કે કોરોનાના કેસો ઓછા થઈ રહ્યા છે, ડરવાની કોઈ જરૂર નથી અને તમામ સુવિધાઓ આપવામાં આવી છે.
સામાજિક કાર્યકરની માગ
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતુ કે, વડોદરા મહાનગર સેવા સદનના મેયર તેમજ તમામ નગર સેવકો દ્વારા બે કરોડ રૂપિયા જેટલી માતબર રકમ જે ગ્રાન્ટ કહેવાય એ ગ્રાન્ટ આ સુવિધા પાછળ વાપરવાની વાત કરી છે. ગ્રાન્ટમાંથી રૂપિયા વાપરતા હોય તો તેમણે લખવું જોઈએ કે વડોદરા શહેરના નાગરિકો જે વેરો ભરે છે તેમાંથી તેઓ વાપરી રહ્યાં છે. બીજી બાજુ જોવા જઈએ તો કેટલાય નગરસેવકો કરોડપતિ છે, લાખોપતિ છે. ધારે એટલી લોકોની મદદ કરી શકે છે પરંતુ કરી શકતા નથી. સાથે સાથે કહી શકાય કે રાજ્યમાં જે તમામ ધારાસભ્યો છે તેઓ પણ વારંવાર ગ્રાન્ટોની વાતો કરી રહ્યા છે. તેમને પણ વિનંતી છે કે જ્યારે પણ આ ગ્રાન્ટ વાપરો ત્યારે લખવામાં આવે કે તેમણે જનતાનાં નાણા વાપરવાના છે તેવી તેમની માગ છે.