વડોદરા : રાજ્યમાં અનેક વાર શિક્ષકો દ્વારા બાળકોને ઢોર માર (Teacher Beating a Student In Vadodara) મારવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ફરી એકવાર વડોદરા જિલ્લામાં વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. લુણામાં આચાર્યએ વિદ્યાર્થીને માર માર્યો હતો. વિદ્યાર્થીઓને માર મારતા આચાર્ય CCTVમાં કેદ થયા હતા. હાલ પોલીસ આ મામલે CCTV કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
ઢોર માર માર્યો - વડોદરાના પાદરાના લુણા ગામે બાળકોને શાળામાં માર મારનાર પ્રાથમિક શાળાના આચાર્યની (Luna Primary School) સામે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પાદરા તાલુકાની લુણા પ્રાથમિક શાળાના આચાર્ય ગજાનન મિલખે દ્વારા 5 એપ્રિલના રોજ શાળા શરૂ થવાના સમયે બાળકો શાળામાં પ્રવેશ્યા કે તરત જ ઓફિસમાં બોલાવી ઉઠક બેઠક કરાવી ફળિયામાં જઈને ધમાલ કેમ કરો છો તેમ કહીને ઢોર માર માર્યો હતો. આ બાબતની જાણ વાલીઓ અને સરપંચને થતાં તેઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં જઈને રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : રાજકોટની ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીને મારતા શિક્ષકનો વીડિયો વાઈરલ
તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ - રજૂઆતના સંદર્ભે અર્ચનાબેન દ્વારા આ ગંભીર ઘટના હોવા છતાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ષા બારોટને તપાસ સોંપી હતી. વર્ષાબેન પોતે રૂબરૂ સ્થળ તપાસ કરવાને બદલે બીટનિરીક્ષકનો ચાર્જ સંભાળતા જાસપુર શાળાના આચાર્ય ભૂમિકા પટેલ અને કન્યા શાળાના આચાર્ય પ્રીતિ ચૌધરીને તપાસ સોંપી હતી. તપાસ શરૂ કરતાં ગ્રામજનોને બોલાવી જવાબ લેવાની શરૂઆત કરતાં તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગ્રામજનોએ CCTV કેમેરાની માગ (Principal Beat the Student In Luna) કરતા તપાસ અધિકારી સ્તંભ થઈ ગયા હતા.
આ પણ વાંચો : ધાનેરાની વિવેકાનંદ સ્કુલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યો ઢોર માર
CCTV જોતાં તપાસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા - વિધાર્થીઓને મારવાના મામલે પોલીસ પણ આવતા આરોપીઓમાં ગભરાટનો માહોલ ઉભો થયો હતો. તપાસ અધિકારી દ્વારા CCTV કેમેરાનો પાસવર્ડ ઇન્ચાર્જ આચાર્ય પાસે માગતાં તેઓએ નકારમાં જવાબ મળ્યો હતો. તપાસ અધિકારી અસમાજનક મુકાયા હતા. વાલીઓના આગ્રહ સામે તપાસ અધિકારીઓ ઝૂકી જતાં ટેલિફોન માધ્યમથી ભૂમિકા પટેલ દ્વારા ગજાનંદ મિલખે પાસે પાસવર્ડ માંગી કેમેરા ઓપન કરતા 5 એપ્રિલના ફૂટેજમાં આચાર્ય બાળકોને તેમની ઓફિસમાં બોલાવી ઉઠક બેઠક કરાવતા જોવા મળી રહ્યા હતા. તેમજ માર મારતા નજરે પડ્યા હતા. CCTV જોતાં તપાસ અધિકારીઓ (CCTV Footage of Students Being Beaten) ચોંકી ઉઠ્યા હતા. આ વીડિયો ઉપરથી તપાસ અધિકારી આગળની તપાસ હાથ ધરી છે.