વડોદરાઃ શહેરના એક માતાજીના મંદિરમાં આરતી કરતી વખતે પૂજારીના પગે વાંદરાએ બચકા ભર્યા (vadodara monkey bite pujari in temple) હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રાથમિક તારણ પ્રમાણે આ વીડિયો પ્રતાપનગર ખાતે આવેલા સિંધવાઇ માતાજીના મંદિરનો હોવાનું અનુમાન છે. પાલિકા તંત્ર રખડતા ઢોર, અને શ્વાન સામે કોઇ નક્કર કાર્યવાહી કરી શક્યું નથી, ત્યાં તો હવે વાંદરાનો ભય લોકોને સતાવે તેવી ઘટના સામે આવી છે.
આ પણ વાંચોઃ ચાલુ ટ્રેનમાંથી ઉતરવું વૃદ્ધાને ભારે પડ્યુ, RPFની સતર્કતા કામ આવી
વડોદરા સહિત રાજ્યભરમાં રખડતા પશુ અને શ્વાનની સમસ્યા છે. તમામ પાલિકાઓ આ સમસ્યાનું કોઇ કાયમી સમાધાન લાવવામાં નિષ્ફળ રહી છે. વડોદરામાં ગતરોજ બાઇક પર જતા આધેડને રખડતા ઢોરે અડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. અને તેમનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. રખડતા ઢોર સિવાય હવે વાંદરાઓથી પણ વડોદરામાં ખતરો હોવાની ઘટના સામે આવી છે. આજરોજ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સાંજના સમયે માતાજીના મંદિરમાં પૂજારી આરતી (priest performing Aarti in the temple) કરે છે.
આ પણ વાંચોઃ આખરે IITની વિદ્યાર્થિનીના મોતમાં પોલીસે સેલ ફોનની તપાસ શરુ કરી
આરતી કરતા ટાણે મંદીરના કપાટ ખુલ્લા છે. મંદિરમાં પૂજારી આરતી કરી રહ્યા છે. બહાર આરતી કરીને જેવા તેઓ મંદિરના ગર્ભગ્રુહમાં પ્રવેશે છે કે, ખુલ્લા દરવાજામાંથી અચાનક એક વાંદરો આવે છે. પૂજારીના પગમાં બકચા ભરી લે (A monkey bite feet of the priest) છે. પૂજારી કંઇ સમજી શકે તે પહેલા વાંદરો બચકા ભરી ચૂક્યો હોય છે. પૂજારી આરતી બાજુ પર મુકીને વાંદરાને ભગાડવા માટે તેની પાછળ જાય છે. દરમિયાન તેઓ પોતાના પગમાં થયેલી ઇજાને જુએ છે. આ ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા છે.