- અલકાપુરી ગરનાળામાં બ્યુટીફીકેશન અંતર્ગત લાઇટો અને હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા હતા
- આગ બાદ ગરનાળામાં મુકવામાં આવેલ સાઘન સામગ્રી સહિત રૂપિયા 30 લાખના નુક્સાનનો અંદાજ
- પ્લેટ ફોર્મ નં-1 પર બનાવેલી બેસવાની જગ્યાની છત સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો
વડોદરાઃ સ્ટેશન અને અલકાપુરી વિસ્તારને અલકાપુરી ગરનાળુ જોડે છે. ગરનાળા પરથી રેલવે લાઇન જઇ રહી છે. અલકાપુરી ગરનાળામાં બ્યુટીફીકેશન અંતર્ગત લાઇટો અને હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા હતા. ગુરુવારે સાંજના સમયે ગરનાળામાં આગ લાગવાની ઘટના બની હતી. જોત જોતામાં આગ એટલી વિકરાળ બની ગઇ કે, ગરનાળામાં બ્યુટીફીકેશન અંતર્ગત કરવામાં આવેલી તમામ હોર્ડિંગ્સ અને લાઇટો સહિતનું માળખુ ભડભડ સળગી ગયું હતું.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં પુણેના શિવાજી બજારમાં લાગી આગ, 25 દુકાનો બળીને રાખ
ઘટનાના બીજા દિવસે ગરનાળામાંથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે
ઘટનાને પગલે રેલવે પ્લેટફોર્મ પર પણ આગ પહોંચી હતી. રેલવે પ્લેટફોર્મ પર આગની જ્વાળાઓ પહોંચી જતા પ્લેટફોર્મ પર ઉભી રહેલી ટ્રેનના મુસાફરોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. જો કે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ઘટનાના બીજા દિવસે ગરનાળામાંથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગની ઘટનામાં ગરનાળામાં લગાવેલી શીટ, એલ્યુમીનીયમ પેનલ, પ્લેટ ફોર્મ નં-1 પર બનાવેલી બેસવાની જગ્યાની છત સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. અંદાજે રૂપિયા 30 લાખનું નુક્સાન થયું હતું.
આ પણ વાંચોઃ થાણેના કોસા વિસ્તારમાં આવેલી પ્રાઈમ હોસ્પિટલમાં લાગી આગ, 4 દર્દીના મોત
પોલીસને ગણતરીના કલાકોમાં જ આરોપીની ઘરપકડ કરવામાં સફળતા મળી હતી
આગની ઘટના બાદ પોલીસે કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દીધી હતી. સીસીટીવી સહિત ટેકનીકલ સર્વેલન્સની કામગીરીને પગલે પોલીસને ગણતરીના કલાકોમાં જ આરોપીની ઘરપકડ કરવામાં સફળતા મળી હતી. પોલીસે આગ લગાડવાના કારણોસર કાળુભાઇ અન્તોનભાઇ બારીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.