વડોદરા : ડ્રેગન ફ્રૂટની ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22 ના બજેટમાં 10 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. જે વડોદરા જિલ્લામાં પહેલાં 3 ખેડૂતો દ્વારા કમલમ ફળની ખેતી (Kamalam Fruit Farming)કરવામાં આવી હતી. હવે 70 જેટલા ખેડૂતો સરકારી સહાયનો લાભ લેવા સાથે આ ખેતીમાં નફાનું ધોરણ ઊંચું લાવવા વીસ વર્ષ સુધી એકધારી આવક અને ભારે માંગના કારણે કમલમ ફળની ખેતી શરૂ કરવા માટે આગળ આવ્યા છે. ત્યારે વડોદરા જિલ્લાના વેમાર ગામના ખેડૂતે પીળા કલરના (Cultivation of Kamalam Fruit in Vemar) કમલમ ફળની ખેતી કરી છે.
આ પણ વાંચો : ડ્રેગન ફ્રૂટ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રવક્તાએ આપ્યું નિવેદન, કહ્યું- કમલમને પ્રખ્યાત કરવું અમારૂં કામ
15 થી 20 લાખ ખર્ચ આવે - વડોદરા જિલ્લામાં 15 જેટલા ખેડૂતો કમલમ ફળની ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. વેમાર ગામના ખેડૂત જયેન્દ્ર એ 5 એકરમાં ડ્રેગન ફળની ખેતી કરી છે. જે પૈકી અડધા એકર જમીનમાં પ્રતિ ફળ રૂપિયા 500 માં વેચાણ થાય તેવા પીળા કલરના (Cultivation Yellow Color Dragon Fruit) કમલમ ફળની ખેતી કરી છે. સામાન્ય રીતે લાલ કલરના કમલમ ફળની ખેતી ખેડૂતો કરી રહ્યા છે અને તે પ્રતિ ફળ રૂપિયા 200 થી રૂપિયા 250 માં વેચાણ થાય છે. ત્યારે કમલમ ફળની ખેતી સામાન્ય ખેડૂત માટે કરવી મુશ્કેલ છે. કારણ કે શરૂઆતમાં 15 થી 20 લાખ ખર્ચ આવે છે. તેને લઈને સરકાર દ્વારા વર્ષ 2021 -22 ના બજેટમાં કમલમ ખેતીને પ્રોત્સાહન માટે 10 કરોડની જોગવાઇ કરી છે પરંતુ સબસિડીના દરમાં કોઇ વધારો કર્યો નથી.
આ પણ વાંચો : ધરમપુરના ખેડૂત દ્વારા કમલમ(ડ્રેગન ફ્રૂટ)ની ખેતી
કચ્છ વડોદરામાં લાલ ડ્રેગન ફ્રૂટની ખેતી - વડોદરાની આસપાસના 5 ગામોમાં દર વર્ષે આશરે સવા કરોડ રૂપિયાના કમલમનો પાક ખેડૂતો લઇ રહ્યાં છે. તેના ભાવ પાક ઉતરતા કેટલાક વર્ષથી દર વર્ષે કમલમના ઉત્પાદનમાં 70 ટકાનો વધારો થઇ રહ્યો છે. વડોદરાની આસપાસ ઉગતા કમલમ માર્કેટમાં પ્રતિ કિલો રૂપિયા 250 માં વેચાતા હોવાથી ખેડૂતો તેનો પાક લેવા તરફ આકર્ષાય છે. આ ગામોના 15 ખેડૂતો 7.60 હેક્ટર જમીનમાં તેની ખેતી કરે છે. ડ્રેગન ફ્રુટને ગુજરાતમાં કચ્છ અને વડોદરાની આસપાસ લાલ ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે. જેનુ નામ કમલમ કરવામાં આવ્યું છે. જ્યારે માર્કેટમાં મળતા અંદરથી સફેદ અને પીળા (Dragon Fruit Farming in Vadodara) ફ્રૂટને પણ ડ્રેગન ફ્રૂટ જ કહેવાય છે.