ETV Bharat / city

ડભોઇથી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબો ઝડપાયા, પોલીસે બન્ને બોગસ ડોકટર વિરુદ્ધ કાયદેસરની કરી કાર્યવાહી

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના કપરાકાળ દરમિયાન નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકવા ડીગ્રી વિના દવાખાનું ખોલી રૂપિયા હેઠવા બેઠેલા વધુ બે બોગસ ડોકટરો ઝડપાયા છે. ગ્રામ્ય એસઓજી પોલીસે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાંથી ડીગ્રી વિના હરસ-મસા તેમજ જય અંબે ક્લિનિક નામે દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોકટરોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ડભોઇથી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબો ઝડપાયા

author img

By

Published : May 31, 2021, 10:35 AM IST

  • કોરોના કાળમાં દર્દીઓના જીવ જોખમમાં મુકતા ડભોઈના બોગસ તબીબો ખુલ્લા પડ્યા
  • મેડિકલ ઓફિસર અને ટીમને સાથે રાખી ગ્રામ્ય એસઓજીએ દરોડા પાડી બોગસ તબીબોનો પર્દાફાશ કર્યો
  • મેડિકલ ડીગ્રી વિના પ્રેક્ટિસ કરી રહ્યા હતા બન્ને બોગસ તબીબો
  • બન્ને દવાખાનામાંથી જુદી-જુદી દવાઓનો જથ્થો પોલીસે જપ્ત કરી વધુ તપાસનો દોર લંબાવ્યો

વડોદરાઃ કોરોના મહામારીમાં મેડિકલ ડીગ્રી વગર પ્રેક્ટિસ કરી દર્દીઓના જીવ જોખમમાં મુકતા નકલી તબીબો રાજ્યભરમાં સક્રિય બન્યા હોવાનું રાજ્ય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના ધ્યાને આવતા, આવા બોગસ તબીબો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

ડભોઇથી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબો ઝડપાયા

આ પણ વાંચોઃ માધવપુરના પાતા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો

મેડિકલ ડિગ્રી વિના દવા આપી લોકોના જીવ જોખમમાં મૂકે છે

વડોદરા ગ્રામ્ય પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, ડભોઈ ટાઉનમાં હીરાજીના ટેકરા પાસે તાઈ વગામાં મસાનું દવાખાનું અને ડભોઈ નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં બીજા માળે જય અંબે ક્લિનિક નામથી દવાખાનું ચાલી રહ્યું છે. જે બન્ને દવાખાનાના તબીબો પાસે મેડિકલ ડીગ્રી નહીં હોવા છતાં દર્દીઓની સારવાર કરી તેમના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

પોલીસે બન્ને ડોક્ટરોની અટકાયત કરી

SOG પોલીસે ડભોઇ મેડિકલ ઓફિસર અને તેમની ટીમને સાથે રાખી બન્ને દવાખાના પર દરોડો પાડતા બન્ને ડોકટરો ડીગ્રી વિના તબીબોની ભુમિકા ભજવી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે મસાના દવાખાનાના સુભાનસાહેબ મસ્તાન સાહેબ શેખ અને જય અંબે ક્લિનિકના શંકર હર્ષિત વિશ્વાસની અટકાયત કરી હતી.

ત્રણ નિષ્ણાંત તબીબોની ટીમને સાથે રાખીને દરોડો પાડ્યો

વડોદરા જિલ્લાના ડભોઇના હિરાજીના ટેકરા પાસે તાઇ વગામાં બોગસ ડોક્ટર મસાનું દવાખાનું ડો.એસ.એસ.સાહેબના નામે ચલાવતો હોવાની ગ્રામ્ય SOG પોલીસને ચોક્કસ માહિતી મળી હતી. માહિતીને આધારે પોલીસે મેડિકલ ઓફિસર અને તેઓની ત્રણ નિષ્ણાંત તબીબોની ટીમને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા બોગસ તબીબ પાસે ડિગ્રી કે મેડિકલ કાઉન્સિલ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ નહીં હોવાનું જણાઈ આવ્યું હતું.

દવાઓ અને સ્ટેટોસ્કોપ મળીને કુલ 4,660 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

બોગસ તબીબ સુભાનસાહેબ મસ્તાનસાહેબ શેખે માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે અને તે છેલ્લા દસ વર્ષથી દવાખાનુ ચલાવતો હતો. પોલીસે તેના ક્લિનિકમાંથી જુદી-જુદી દવાઓ અને સ્ટેટોસ્કોપ મળીને કુલ 4,660 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથધરી હતી.

તબીબ જય અંબે ક્લિનિક ડો.એસ.એસ.વિશ્વાસ બીએચએમએસના નામે પ્રેક્ટિસ કરતો

વડોદરા ગ્રામ્ય SOG પોલીસે ડભોઇના બોગસ તબીબ શંકર હર્ષિત વિશ્વાસના ક્લિનિક પર મેડિકલ ઓફિસર અને તેમની ટીમને સાથે રાખી દરોડો પાડ્યો હતો. જેમાં આ બોગસ તબીબ જય અંબે ક્લિનિક ડો.એસ.એસ.વિશ્વાસ બીએચએમએસના નામે પ્રેક્ટિસ કરતો હતો. પોલીસને તપાસ કરતા આ બોગસ તબીબ પાસે પણ ડિગ્રી કે મેડિકલ કાઉન્સિલ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ નહીં હોવાનું જણાઈ આવ્યું હતું.

આ પણ વાંચોઃ ધાનેરાના મોટી ડુગડોલ ગામે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ સહિત મોટી માત્રામાં નશાની દવાઓનો જથ્થો ઝડપાયો

બોગસ તબીબ શંકર હર્ષિત વિશ્વાસે ધો-12 સુધીનો જ અભ્યાસ કર્યો છે

બોગસ તબીબ શંકર હર્ષિત વિશ્વાસે ધો-12 સુધીનો જ અભ્યાસ કર્યો છે. શંકર હર્ષિત વિશ્વાસ છેલ્લા 15 વર્ષથી દવાખાનું ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે તેના ક્લિનિકમાંથી જુદી-જુદી દવાઓ અને સ્ટેટોસ્કોપ મળીને કુલ 8,650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને બોગસ તબીબ વિરુદ્ધ નાગરિકોના જીવ જોખમમાં મુકવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.