ETV Bharat / city

Fire in Company Vadodara : કંપનીમાં બ્લાસ્ટ થતાં આટલા લોકોને કરાયા હોસ્પિટલમાં ભરતી

વડોદરામાં દીપક નાઇટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ (Deepak Nitrite Company Blast) થતા 10થી 15 કિમીના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. કંપનીમાં ભયંકર રીતે (Fire in Company Vadodara) બ્લાસ્ટ થતા આગના ગોટાના ગોટા દુર દુર સુધી જોવા મળ્યા હતા. આ આગ લાગવાની ધટનામાં 7 લોકોને ગંભીર ઈજા પહોંચી છે, તો કેટલાકને ICUમાં રાખવામાં આવ્યા છે.

Fire in Company Vadodara: કંપનીમાં બ્લાસ્ટ થતાં 7 લોકોનો લેવાયો ભોગ, કેટલાકને તો...

author img

By

Published : Jun 3, 2022, 10:46 AM IST

Updated : Jun 3, 2022, 1:01 PM IST

વડોદરા : વડોદરા શહેરના નંદેસરી વિસ્તારમાં આવેલી દીપક નાઇટ્રેટ નામની કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બ્લાસ્ટમાં એક એક ધડાકાના અવાજ આજુ બાજુના 10 થી 15 કિમીના વિસ્તારમાં સાંભળવા મળતા લોકોમાં અફરાતફરીનો સર્જાયો હતો. કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં પણ દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને (Fire in Nandesari GIDC) થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ આ ઘટના 7 જેટવા વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે, તો કેટલાકને ICUમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા છે.

કંપની બ્લાસ્ટ થતાં કેટલાક લોકોને ICU ખસેડવામાં આવ્યા

700 વ્યક્તિઓને સલામત સ્થળે - બ્લાસ્ટ થયેલી કંપનીમાં આગના ધુમાડાના (Deepak Nitrite Company Blast) ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. છ કલાક બાદ પણ આગ કાબૂમાં આવી ન હતી. આ ઘટનામાં 7 વ્યક્તિ ઇજાગ્રસ્ત હોવાના કારણે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 4 વ્યક્તિ ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. કંપનીના આસપાસના ગામના 700 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરાઈ છે.

કંપનીમાં ભિષણ આગ
કંપનીમાં ભિષણ આગ

આ પણ વાંચો : Fire in Nandesari GIDC : દીપક નાઇટ્રોજન કંપનીમાં ભીષણ આગ, 10 લોકો ઇજાગ્રસ્ત, બ્રિગેડ કોલ અપાયો

GPCBએ આગના કારણો તપસ્યા - ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના (GPCB) પ્રાદેશિક અધિકારી આર.બી ત્રિવેદીએ દીપક નાઇટ્રેટ કંપનીમાં (Fire at Deepak Nitrite Company) લાગેલી આગના સ્થળે મુલાકાત લઈને આગ લાગવાનું કારણ ચકાસ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કેમિકલ ગોડાઉનમાં રીએક્શન ઇનકમ્ફર્ટિબિલિટીને કારણે આ આગ પકડાઈ હતી. ધીરે ધીરે લેબોરેટરી અને બોઇલર સુધી આગ પહોંચી હતી. હાલમાં કોઈ ગંભીર (Fire in Company Vadodara) સ્થિતિ જણાય આવી નથી. પરંતુ, આગ કાબુમાં આવ્યા બાદ તેના સેમ્પલ લીધા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

સાત લોકોને ગંભીર ઈજા
સાત લોકોને ગંભીર ઈજા

બ્રિગેડ કોલ જાહેર કર્યો - ફાયરબ્રિગેડ દ્વારા દીપક નાઇટ્રેટમાં લાગેલી આગની ઘટનાને પગલે બ્રિગેડ કોલ કરવામાં આવ્યો છે. હજુ સુધી આગ કાબૂમાં આવી નથી અને ધડાકા સાથે આગની જ્વાળાઓ નીકળી રહી છે. કંપની બહાર એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી. વડોદરાના તમામ ફાયર સ્ટેશનોનો સ્ટાફને કામે લગાડવામાં આવ્યો હતા. ફાયર બ્રિગેડની 8 ટેન્કર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર વિભાગ દ્વારા 9 ફાયર એન્જિન, 1 સ્નોર અકેલ (બ્રન્ટો), 2 બૂમ વોટર બ્રાઉઝર, 1 CFO, 2 સ્ટેશન ઓફિસર, 45 ફાયર મેન અને સાથોસાથ સ્ટ્રીટ લાઈટ વિભાગના કર્મચારીઓઓ પણ કામગીરી જોડાયા હતા.

આ પણ વાંચો : Fire in Vadodara : કારેલીબાગના મહાલક્ષ્‍મી કોમ્પલેક્સમાં શોર્ટસર્કિટથી દુકાનો થઇ ગઇ ભસ્મીભૂત

તબીબનું નિવેદન - વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી ખાનગી (GIDC Fire in Vadodara) હોસ્પિટલમાં 7 કર્મીઓને લાવવામાં આવ્યા હતા. આગમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિ તુષાર પંચાલ, પ્રશાંત ઠાકોર, હર્ષદ પટેલ, રોનક ખત્રા, પરાક્રમસિંહ ડોડીયા, અરવિંદ બારીયા અને અનંથરમ ઐયર હતા. જેમાંથી હાલ સુધીમાં 4 ICU માં છે અને અન્યને નાની મોટી ઇજાઓ પહોંચી છે. આ તમામ દર્દીઓ હાલમાં સ્ટેબલ છે અને ICU દર્દીઓને ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવ્યા છે અને હાલ તમામની હાલત સારી છે તેવું જણાવ્યું હતું.

Last Updated : Jun 3, 2022, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.