ETV Bharat / city

પાદરાના રણું ગામે ઐતિહાસિક તુલજા ભવાની મંદિરમાં ભક્તોની ભીડ જામી - Historical Tulja Bhavani Temple

નવરાત્રીમાં મા નવદુર્ગાના વિશેષ સ્વરુપોની પૂજાઆરાધનાનું ખાસ મહત્ત્વ છે. ગુજરાતમાં માતૃશક્તિની ઉપાસનાનો મહિમા એો છે કે વિશ્વભરમાં ગુજરાત એટલે ગરબાથી પણ ઓળખાય છે. વડોદરાના પાદરામાં આવેલા મા તુળજા ભવાનીના મંદિરનો (Historical Tulja Bhavani Temple) પણ મોટો મહિમા છે. જ્યાં નવરાત્રીને લઇને દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી રહી છે.

પાદરાના રણું ગામે Historical Tulja Bhavani Temple માં ભક્તોની ભીડ જામી

author img

By

Published : Oct 14, 2021, 2:19 PM IST

  • રણું ગામમાં 900 વર્ષ જૂનું મા તુળજા ભવાની મંદિર
  • નવરાત્રીને લઇ ભક્તોનો દર્શન કરવા ધસારો થયો
  • ભારતભરમાં મા તુળજા ભવાનીના બે મંદિર છે

પાદરાઃ આજે આસો નવરાત્રીની આઠમ હોવાથી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણું ગામમાં આવેલા તુલજા ભવાની માના મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. આશરે 900 વર્ષ જૂના આ મંદિરનું (Historical Tulja Bhavani Temple) ઐતિહાસિક મહત્ત્વ કંઈક ખાસ છે. મંદિરના પરિસરમાં આવેલ સરોવરમાંથી મા તુલજા ભવાની પ્રગટ થયાં હતાં અને અહીં સાક્ષાત બિરાજમાન છે. મા તુળજા ભવાનીના ભારતભરમાં ફકત બે જ મંદિર આવેલાં છે. જે પૈકી એક મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં આવેલું છે, તો બીજું ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામ ખાતે આવેલું છે.

આ મંદિરે ભગવાન સ્વામિનારાયણે માતાજીની આરાધના કરી હતી

આ મંદિર સાથે ભગવાન સ્વામિનારાયણનો પણ ઇતિહાસ જોડાયેલો છે. આશરે 200 વર્ષ પહેલાં મંદિર પાસે આવેલા સરોવરમાં ભગવાન સ્વામિનારાયણે સ્નાન કર્યું હતું અને માતાજીની આરાધના કરી હતી. મંદિરના પરિસરમાં આવેલ આ સરોવરનું પણ એક આગવું મહત્વ ભક્તો માટે રહેલું છે. આજે આઠમ હોવાથી મોટી સંખ્યામાં ભક્તજનોએ અહીં માતાજીના (Historical Tulja Bhavani Temple) દર્શનનો લાભ મેળવી ધન્ય થયાં હતાં.

ભગવાન સ્વામિનારાયણે માતાજીની આરાધના કરી હતી

મલ્હારરાવ ગાયકવાડે રાખી હતી બાધા

આશરે 150 વર્ષ પહેલાં રાજા મલ્હારરાવ ગાયકવાડને (Malharrao Gayakwad) બંદી બનાવવામાં આવ્યાં હતાં. ત્યારે આ રાજાએ મા તુલજા ભવાનીની આરાધના કરી માનતા રાખી હતી કે જો તેઓ મુક્ત થશે ત્યારે આ રણુ સ્થિત મંદિરમાં સોનાના આભૂષણો ચઢાવશે. માતાજીની કૃપાથી તેમની આ મનોકામના પૂર્ણ થઈ હતી. ત્યારથી આજ દિન સુધી દર નવરાત્રીમાં વડોદરાના રાજવી પરિવાર દ્વારા આ મંદિરમાં (Historical Tulja Bhavani Temple) માતાજીને રાજવી આભૂષણોથી શણગાર કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભાઈચારાની ભાવના : જૂનાગઢમાં મુસ્લિમ બિરાદર દ્વારા કરાવામાં આવ્યું ગરબાનું આયોજન

આ પણ વાંચોઃ અમદાવાદમાં લોકોએ ગરબાની રમઝટ બોલાવી GARBA -2

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.