- કોઈર બોર્ડની બેઠક કેવડિયા ખાતે યોજાઈ
- કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે રહ્યા ઉપસ્થિત
- વડોદરા ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી
વડોદરા: કેવડિયા ખાતે કોઈર બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે ભાગ લીધો હતો. બેઠકમાં પહોંચતા પહેલા તેમણે વડોદરામાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના દરમિયાન પડી ભાંગેલા ઉદ્યોગોને ઉભા કરવા તેમજ કોઈર બેકલોગ ઘટાડવા માટે કામગીરી કરવામાં આવશે. આ સિવાય આવનારા 2 વર્ષમાં કોઈર બેકલોગ ઘટાડીને અંદાજે 1.25 કરોડ રોજગારી ઉભી કરવામાં આવશે.
શું છે કોઈર ઈન્ડસ્ટ્રીઝ એક્ટ
ભારત સરકાર દ્વારા દેશમાં કોઈર ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે કોઈર ઈન્ડસ્ટ્રીઝ એક્ટ-1953માં કોઈર બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. જેના અંતર્ગત નિર્ધારિત બોર્ડના કાર્યોમાં વૈજ્ઞાનિક, ટેક્નોલોજી અને આર્થિક અનુસંધાન, આધુનિકીકરણ, ગુણવત્તા સુધારણા, માનવ સંસાધન વિકાસ સહિતના મુદ્દાઓ પર કામ કરવામાં આવે છે. કોઈર બોર્ડનું મુખ્ય મથક કેરળના કોચીમાં આવેલું છે અને દેશભરમાં 20 માર્કેટિંગ આઉટલેટ્સ સહિત 48 સંસ્થાઓ કાર્યરત છે. છેલ્લા 60 વર્ષોથી કોઈર બોર્ડ ઉદ્યોગ ચલાવી રહ્યું છે.