ETV Bharat / city

વડોદરામાં સેવાભાવી સંસ્થાએ જરૂરિયાતમંદોને સેનિટાઈઝર, માસ્કનું વિતરણ કર્યું

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં હવે આંશિક રાહતના સંકેત મળી રહ્યા છે. ત્યારે મહામારીમાં કેટલાક લોકો લોકોની સેવા કરે છે. વડોદરાની સેવાભાવી સંસ્થા રિવોલ્યુશન ટીમના સભ્યો પણ રસ્તા અને ફૂટપાથ પર રહેતા લોકોને મદદ કરી રહ્યા છે. આ ટીમ જરૂરિયાતમંદોને સેનેટાઇઝર, માસ્કનું નિશુલ્ક વિતરણ અને વિટામીન સી થી ભરપુર લિંબુનું શરબત પીવડાવતા નજરે પડ્યા હતા.

વડોદરામાં સેવાભાવી સંસ્થાએ જરૂરિયાતમંદોને સેનિટાઈઝર, માસ્કનું વિતરણ કર્યું
વડોદરામાં સેવાભાવી સંસ્થાએ જરૂરિયાતમંદોને સેનિટાઈઝર, માસ્કનું વિતરણ કર્યું
author img

By

Published : May 26, 2021, 11:42 AM IST

  • વડોદરામાં સેવાભાવી સંસ્થા રિવોલ્યુશન ટીમ જરૂરિયાતમંદોને કરી રહી છે મદદ
  • આ સંસ્થાએ જરૂરિયાતમંદોને માસ્ક, સેનિટાઈઝર, લીંબુ શરબતનું કર્યું વિતરણ
  • કોરોનાની બીજી લહેરમાં અનેક સંસ્થાઓ લોકોની સેવા કરવા આગળ આવી છે

વડોદરાઃ રાજ્યમાં કોરોનાની પહેલી લહેરમાં લૉકડાઉન થવાના કારણે અનેક પરિવારજનોનું જીવવું મુશ્કેલ બની ગયું હતું. ત્યારે અનેક સંસ્થાઓ આવા સમયે જરૂરિયાતમંદોની સેવા કરવા આગળ આવી છે. આ જ રીતે વડોદરામાં પણ ટીમ રિવોલ્યુશન નામની સંસ્થા જરૂરિયાતમંદ લોકોને સેનિટાઈઝર, માસ્ક, લીંબુના શરબતનું વિતરણ કરી રહી છે. કોરોનાની બીજી લહેરમાં વડોદરાની એસએસજી હોસ્પિટલ, જીએમઈઆરએસ હોસ્પિટલ, સમરસ હોસ્પિટલ સહિત અનેક કોવિડ કેર હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે ત્યારે આવા સમયે આ સંસ્થા લોકોની મદદ કરવા સામે આવી છે. સંસ્થાના નિરવ ઠક્કર રસ્તા અને ફૂટપાથ પર રહેતા લોકોને લીંબુનું શરબત પીવડાવી રહ્યા છે. છેલ્લા 40 દિવશી આ સંસ્થા કામગીરી કરી રહી છે.

વડોદરામાં સેવાભાવી સંસ્થા રિવોલ્યુશન ટીમ જરૂરિયાતમંદોને કરી રહી છે મદદ

આ પણ વાંચો- સોનલ ચૌહાણ જન્મદિવસની ઉજવણી જરૂરિયાતમંદ લોકોમાં ખોરાક, રેશનનું વિતરણ કર્યું

સંસ્થા ભોજન અને ચાની પણ વ્યવસ્થા કરે છે
હાલમાં હોસ્પિટલ્સની બહાર દર્દીઓના સગા બેઠા રહે છે. તેઓ હેરાન થઈ રહ્યા છે. તેવા સમયે આ સંસ્થા 40 દિવસથી ઈમ્યુનિટી વર્ધક વિટામીન સીથી ભરપૂર લિંબુના શરબતનું વિતરણ કરી રહી છે. આ સાથે જ ટીમ રિવોલ્યુશન ભોજન, પાણી અને ચાની પણ નિઃશુલ્ક સેવા આપી રહી છે.

આ સંસ્થાએ જરૂરિયાતમંદોને માસ્ક, સેનિટાઈઝર, લીંબુ શરબતનું કર્યું વિતરણ

આ પણ વાંચો- ગોકુળધામ નારમાં ગરીબ અને નાના પરિવારો માટે 3000 રાશન કીટનું વિતરણ

સંસ્થાના સભ્યએ એકલવાયું જીવન જીવતા લોકોની મુલાકાત લીધી

ટીમ રિવોલ્યુશનના અગ્રણી નિરવ ઠક્કર ફૂટપાથ પર રહી એકલવાયું જીવન પસાર કરતા લોકો સુધી પહોંચ્યા હતા. જ્યારે લોકો સલામત અંતર રાખીને અન્યોને મદદ કરવાનું પસંદ કરે છે. તેવા સમયે નિરવ ઠક્કર ફુટપાથ પર રહેતા લોકો સુધી પહોંચીને તેમને માસ્ક, અને સેનિટાઈઝર આપ્યા હતા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેમ કરવો તેની સમજ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.