ETV Bharat / city

વડોદરામાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારીનું કૌભાંડ ઝડપાયું

author img

By

Published : Apr 28, 2021, 8:49 PM IST

વડોદરામાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારીનું કૌભાંડ ઝડપાયું છે. ક્રાઈમ બાંચની ટીમે રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 90 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે 5 આરોપીની ધરપકડ કરી છે.

વડોદરામાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારીનું કૌભાંડ ઝડપાયું
વડોદરામાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારીનું કૌભાંડ ઝડપાયું
  • વડોદરા ક્રાઇમ બ્રાંચે રેમડેસિવિર ઇન્જેક્શનનું કૌભાંડ ઝડપી પાડ્યું
  • 90 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે 5 આરોપીની ધરપકડ
  • આરોપીઓએ અત્યાર સુધી 300થી 400 ઈન્જેક્શન વેચવાની કબૂલાત

વડોદરાઃ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ રેમડેસિવિર ઈન્જેક્શન 16 હજારથી લઇને 20 હજાર સુધીમાં વેચતા હતા. તેમની પાસે 2 લાખ રૂપિયાની રોકડ રકમ, 90 ઇન્જેક્શન સહિત 7.61 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. તેઓએ અત્યાર સુધીમાં 300થી 400 રેમડેસિવિર ઈન્જેકશન વેચ્યા હોવાનો પણ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો.

રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ

ક્રાઇમ બ્રાંચની ટીમે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કાળાબજારીમાં ફાર્માસિસ્ટ મેડિકલ સ્ટોર અને મેડિકલ સપ્લાય એજન્સી સંડોવાયેલી છે. વડોદરામાંથી 45 ઈન્જેક્શન સાથે 5 આરોપીઓ ઝડપાયાં હતાં. વિકાસ પટેલ શ્રોફ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે અને આ વિકાસ પટેલ આણંદના જતીન પટેલ પાસેથી ઇન્જેક્શન લાવતો હતો. જતીન પટેલ એક મેડિકલ એજન્સી ચલાવે છે.

આ પણ વાંચોઃ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રએ 7 હજારમાં એક્સપાયર થયેલા 6 રેમડેસીવીર ઈન્જેક્શન વેચ્યા, 2ની ધરપકડ

કુલ 90 ઇન્જેક્શન પોલીસે કબજે કર્યાં

આણંદના જયનમ ફાર્મા એજન્સી ચલાવતા જતીન પટેલના ઘરે પોલીસે રેડ કરી હતી. જ્યાંથી પોલીસે 45 ઇન્જેક્શન કબજે કર્યાં અને 45 ઇન્જેક્શન વડોદરામાંથી કબજે કર્યા હતા. આમ કુલ 90 ઇન્જેક્શન પોલીસે કબજે કર્યાં છે અને રોકડ 2 લાખ રૂપિયા પણ કબજે કર્યા છે. જતીન પટેલ વડોદરાની એક વીકે એન્ટરપ્રાઇઝના વિવેક શાહ પાસેથી ઇન્જેક્શન લાવતો હતો. આ લોકોએ 300થી 400 ઇન્જેકશન બ્લેકમાં વેચ્યા છે અને હજી 300થી 400 ઇન્જેક્શન વેચવાના હતા. આરોપીઓ કોઇ પણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર જ ઇન્જેક્શન વેચતા હતા. ગુજરાતમાં પ્રથમવાર આટલી મોટી માત્રામાં બ્લેકમાં ઇન્જેક્શન વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. વડોદરા ક્રાઇમ બ્રાંચે આરોપીઓ પાસેથી 4.86 લાખની કિંમતના 90 રેમડેસિવિર ઇન્જેક્શન, બે લાખ રૂપિયા રોકડા, 4 મોબાઇલ અને એક બાઇક સહિત કુલ 7.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપીના નામ

  • ઋષી પ્રદિપ જેધ
  • વિકાસ લક્ષ્મણ પટેલ
  • પ્રતિક નરેન્દ્ર પંચાલ
  • મનન રાજેશ શાહ
  • જતીન પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.