- વડોદરા 20 ફૂટ ઉંચી ખુરશીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
- 20 ફૂટની આ ખુરશીને અરવિંદભાઈએ પોતાના ઓફિસના ધાબા પર મૂકી છે
- રામ ભગવાનના ફોટોથી લઇ નવરાત્રીમાં માતાજીનો ફોટો ખુરશી પર મૂકવામાં આવે છે
વડોદરાઃ ભાયલીના અરવિંદભાઈ પટેલ ખેતીનો વ્યવસાય કરે છે. લોકડાઉન (Lockdown)દરમિયાન અરવિંદભાઈ પટેલે 20ફૂટ ઉંચી લોખડની ખુરશી(iron chair) બનાવી છે. આ ખુરશીમાં 1500કિલો લોખંડનો ઉપાયોગ થયો છે. આ ખુરશી(iron chair) ને બનાવવામાં 2 મહિના જેટલો સમય લાગ્યો હતો.
આ પણ વાંચોઃ પોરબંદરની પેબલ પેઇન્ટિંગ આર્ટીસ્ટને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું
દિવાળીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો પણ મુકવામાં આવ્યો હતો
20 ફૂટની આ ખુરશી(iron chair)ને અરવિંદભાઈએ પોતાની ઓફિસના ધાબા પર મૂકી છે. આ ખુરશી(iron chair) પર રામ જન્મભૂમિ વખતે રામ ભગવાનનો ફોટો મુકવામાં આવ્યો હતો. ત્યાર પછી નવરાત્રીમાં માતાજીનો ફોટો મુકાયો હતો. દિવાળીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) નો ફોટો પણ મુકવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ 'બાળ આર્યભટ્ટ' વિરાટ : શીખવાની જિજ્ઞાસાએ બનાવ્યો જીનિયસ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન
દેશની સૌથી મોટી ખુરશી તરીકે ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં પણ મળ્યું સ્થાન
તાજેતરમાં જ ખેડૂતે તૈયાર કરેલી ખુરશી પર ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની છબી મુકવામાં આવી છે. વડોદરાની આ ખુરશી દેશની સૌથી ઉંચી 20 ફુટની ખુરશી ભારત દેશની સૌથી મોટી ખુરશી તરીકે ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ(India book of records)માં પણ સ્થાન મળ્યું છે.