- અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનનો મામલો
- નાણાવટીની ચાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ પહોંચ્યા
- 71 લોકોને જમીન સંપાદનનું 70 ટકા વળતર ચૂકવી દેવામાં આવ્યું
વડોદરા : બુલેટ ટ્રેનને લઈને રેલવે સ્ટેશન પાસે આવેલી નાણાવટીની ચાલના રહીશો દ્વારા ભારે વિરોધ કરાયો હતો. આ ચાલના 96 પૈકી 71 લોકોને જમીન સંપાદનનું 70 ટકા વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. આજે શુક્રવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ નાણાવટીની ચાલની મુલાકાત લીધી હતી.
96 પૈકી 25 લોકો હજુ પણ વિરોધમાં
નાણાવટીની ચાલમાં કુલ 96 લોકો દ્વારા બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો. જેમને સ્થાનિક તંત્ર અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવ્યા હતા. જ્યારબાદ 96 પૈકી 25 લોકો હજુ પણ એવા છે, જેઓ કબજો સોંપવા તૈયાર નથી. જે લોકોએ વળતર મેળવી લીધું છે, તેમને કબજા પાવતી સોંપવામાં આવી હતી.